Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
Vadodara Gas Price Hike: તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા જ વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સામાન્ય જનતા અને વાહનચાલકો પર આર્થિક બોજ વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

- વડોદરામાં દિવાળી પહેલા PNG-CNGના ભાવ વધ્યા.
- CNG ₹1.50 વધી 90.50 રૂપિયા પ્રતિ કિલો થયો.
- ઘરેલું PNG 50 પૈસા વધી 56.24 રૂપિયા થયો.
- વડોદરા ગેસ લિમિટેડના નિર્ણયથી નાગરિકો પર બોજ.
Vadodara Gas Price Hike: દિવાળી પહેલા જ વડોદરાવાસીઓને મોંઘવારનો વધુ એક માર સહન કરવો પડશે, તહેવારો ટાણે જ ઇંધણના ભાવમાં વધારો ઝીંકાતા લોકોના બજેટ પર અસર પહોંચી છે. વડોદરામાં PNG અને CNGના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ વડોદરામાં સીએનજીના ભાવમાં 1.50 રૂપિયા અને ઘરેલુ પીએનજીના ભાવમાં 50 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે આજથી જ સમગ્ર શહેરમાં અમલી બન્યો છે.
મળતી વિગતો અનુસાર, તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા જ વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સામાન્ય જનતા અને વાહનચાલકો પર આર્થિક બોજ વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ભાવવધારાને કારણે અગાઉ જે સીએનજી (CNG) પ્રતિ કિલો 89 રૂપિયાના ભાવે મળતો હતો, તે હવે વધીને 90.50 રૂપિયા પ્રતિ કિલો મળશે. બીજી તરફ, રસોઈ ગેસ તરીકે વપરાતો ઘરેલુ પીએનજી (PNG) જે અગાઉ 55.74 રૂપિયા પ્રતિ કિલો હતો, તે હવે વધીને 56.24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે. કંપની દ્વારા લેવાયેલા આ અચાનક નિર્ણયથી રોજિંદા મુસાફરી કરતા વાહનચાલકો, નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગીય પરિવારોનું માસિક બજેટ સીધું જ ખોરવાઈ જશે, કારણ કે તહેવારોની ખરીદી વચ્ચે ઈંધણ પાછળ વધુ ખર્ચ કરવો પડશે. સ્થાનિક નાગરિકો અને ગ્રાહકો દ્વારા આ અચાનક કરાયેલા વધારા સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તહેવારોની ખુશીઓ વચ્ચે આ વધારાનો આર્થિક ભાર પરિવારના આયોજનને વેરવિખેર કરી નાખે છે.
આ ભાવવધારાના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો આર્થિક ભાર પડશે, જેનાથી આગામી દિવસોમાં મોંઘવારી સામેની ચિંતા વધુ તીવ્ર બનશે અને તહેવારોની ઉજવણીના આયોજન પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળશે.
Before You Go
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?





















