વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા યુપીએ સરકાર પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે યુપીએ સરકારમાં છાશવારે હુમલા અને કર્ફ્યૂ થતા હતા. આજે પણ કોગ્રેસ શાસિત રાજ્યમાં હુલ્લડો અને કર્ફ્યૂ થાય છે. દુનિયાના સૌથી ઓછા રૂપિયામાં ઇન્ટરનેટ ભારતમાં છે. 5જીના યુગમાં પ્રવેશ કરવાનો સમય આવ્યો છે. ગરીબ અને સામાન્ય માણસનો હાથ પકડીને આગળ વધવાનું છે.
તેમણે કહ્યું કે નરેન્દ્ર-ભૂપેન્દ્ર સરકાર ગરીબોને સાથે લઇને ચાલે છે. કોરોનામાં ગરીબોને વેક્સિન મળે તેવી અમે ચિંતા કરી છે. કોરોનામાં ભાજપની સરકારે ગરીબોની ચિંતા કરી છે. અત્યાર સુધીમાં સાત લાખ જેટલા પાકા ઘર ગરીબો માટે બનાવ્યા છે. છેતરપિંડી કરનારા બિલ્ડરો માટે રેરાનો કાયદો લાવ્યા છે.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હજારો કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં આવ્યું છે. ગુજરાતમાં યુવાનોને રોજગારીની ગેરન્ટી મળી રહી છે. ગુજરાતને આધુનિકમાં આધુનિક બનાવવાના પ્રયાસ છે. ગુજરાતમાં ધોલેરા જેવા અનેક પ્રોજેક્ટ ધમધમી રહ્યા છે. ભૂપેન્દ્ર સરકારની નવી ઓધોગિક પોલિસીના અનેક ફાયદા છે. ગુજરાત અને દેશે દુનિયા માટે નમૂનારૂપ કામ કર્યું છે. દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા આજે પાંચમા નંબર પર છે. ભારત આજે દુનિયામાં પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઔધોગિક રોકાણ માટે ગુજરાત હબ છે. અત્યારે બજેટનું કદ અઢી લાખ કરોડની આસપાસ પહોંચ્યું છે. આજે ગુજરાત મેક ઇન ઇન્ડિયાનું મહત્વનું મથક બન્યું છે. ગુજરાતમાં રોકાણ જ રોકાણ થાય છે. વડોદરામાં વિમાન બનાવવાનું કારખાનું છે. ગુજરાત માટે ઓટો, ફાર્મા અને કેમિકલનું હબ બન્યું છે.