વડોદરાઃ રાજ્યમાં ગૌચર જમીનનો પર બાંધકામ થઇ ચુક્યા છે. જેથી દૂધાળા પશુઓેને ચરવા માટેની જગ્યાનો ભાવ જોવા મળી રહ્યો છે. આ અંગેનો વિરોધ વડોદરમાં માલધારી સમાજે કર્યો હતો. માલધારી સમાજના આગેવાનો વડોદરા મ્યુનિસિપાલ કમિશ્નર કચેરી સામે દેખાવો કરીને ગૌચર જામીનની માંગણી કરી હતી.
આ મામલે વિરોધ કરી રહેલા માલધારી સમાજના આગેવાનો સામે પોલીસે કાર્યવાહી પણ કરતા તેનો પણ વિરોધ કવરામાં આવ્યો હતો. માલધારી સમાજે ગૌચર જમીનની માંગ તો કરી હતી સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, જે ગૌચરની જમીન છે તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. માલધારી સમાજના ગૌચર જમીનની માંગ સાથે 100થી વધુ દેખાવકારોએ પોસ્ટર, અને બેનર સાથે કમિશ્નર કેચરી બહાર રસ્તા પર બેસીને દેખાવો કરીને વિરોધ નોધાવ્યો હતો.