શોધખોળ કરો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Manjalpur Bypoll Result 2026: વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીની શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સરસાઈ મેળવી લીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માંજલપુર પેટાચૂંટણી મતગણતરી ૩ ઓગસ્ટે શરૂ, ભાજપ આગળ.
  • ભાજપના સતીષ પટેલ ૩૫૧૯ મતોથી કોંગ્રેસના ઉમેદવારથી આગળ.
  • યોગેશ પટેલના અવસાનથી પેટાચૂંટણી; ૩૭.૫ ટકા મતદાન થયું.
  • વડોદરાની માંજલપુર બેઠક ભાજપનો ગઢ મનાય છે.

Manjalpur Bypoll Result 2026: વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખીને પ્રચંડ જીત નોંધાવી છે. તમામ 17 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી સામે 27,516 મતોની લીડ મેળવીને જીત નિશ્ચિત કરી લીધી છે, જેની માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. બીજી તરફ, પરિણામો સ્પષ્ટ થતાં જ કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી લીધી છે.

કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ હાર સ્વીકારી ગંભીર આરોપો લગાવ્યા

પરિણામો સ્પષ્ટ થતાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ જનાદેશનો સ્વીકાર કર્યો હતો પરંતુ સાથે સાથે ભાજપ અને સરકારી તંત્ર સામે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.ભીખાભાઈ  રબારીએ જણાવ્યું હતું કે, "ચૂંટણી પ્રચાર દરમિયાન મને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો, જેનાથી ડરી જઈને ભાજપે આખું સરકારી પ્રશાસન કામે લગાડી દીધું હતું. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના ધારાસભ્યોએ અહીં ધામા નાખ્યા હતા."

તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, ભાજપે જીતવા માટે નાણાં અને દારૂની રેલમછેલ કરી હતી. ઉપરાંત, કોંગ્રેસના કાર્યકરો પર હુમલા કરાવ્યા હતા અને મતદારોને ધમકીઓ આપતાં અનેક લોકો મતદાન કરવા નીકળી શક્યા નહોતા. ચૂંટણીના પરિણામો ગમે તે આવ્યા હોય પરંતુ તેઓ જનતાના આદેશને શિરોમાન્ય ગણીને ભવિષ્યમાં પણ મતદારો અને પ્રજાની સેવામાં સતત કાર્યરત રહેશે.

માંજલપુર બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. 260 મતદાન મથકો પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 37.5 ટકા મતદાન નોંધાયું હતું.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા

આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર સતીષ ગોવિંદભાઈ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે કોંગ્રેસ ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારી સામે ચૂંટણી લડી હતી.                                                                   

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના યોગેશ પટેલે માંજલપુર વિધાનસભા બેઠક જીતી હતી, પરંતુ યોગેશ પટેલના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઈ છે. વડોદરાની માંજલપુર બેઠક ભાજપનો ગઢ રહી છે. યોગેશ પટેલે 2012,2017,  અને 2022માં સતત બેઠક જીતી હતી, જેમાં ભાજપે 2022માં 1,00,000 થી વધુ મતોની લીડ મેળવી હતી.                                                                 

Frequently Asked Questions

માંજલપુર પેટાચૂંટણીના પરિણામોની વર્તમાન સ્થિતિ શું છે?

શરૂઆતી બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપના ઉમેદવાર સતીષ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી કરતાં 3,519 મતોથી આગળ ચાલી રહ્યા છે. સતીષ પટેલને 6,287 મત મળ્યા છે.

માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી શા માટે યોજાઈ?

ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. જેના પગલે પેટાચૂંટણી યોજવી પડી.

માંજલપુર પેટાચૂંટણીમાં મુખ્ય ઉમેદવારો કોણ છે?

આ ચૂંટણીમાં ભાજપ તરફથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર સતીષ ગોવિંદભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી મુખ્ય ઉમેદવારો છે.

માંજલપુર પેટાચૂંટણી માટે મતદાન ક્યારે થયું અને કેટલું નોંધાયું?

માંજલપુર બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું. 260 મતદાન મથકો પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 37.5 ટકા મતદાન નોંધાયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget