MS University: એમ એસ યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે. એમ એસ યુનિ. હવે ખાનગી યુનિ.ના રસ્તે ચાલશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવે વિવાદિત ફતવો બહાર પાડતા હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. વીસીની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ વીસીએ લીધો નથી. આ ઉપરાંત યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હથિયારી જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા આ સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ
Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા સિન્ડિકેટ સભ્યોની 23મેએ ટર્મ પૂર્ણ થશે. ભાજપના 6 અને કોંગ્રેસના 1 મળી કુલ 7 સિન્ડિકેટ સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. બહુચર્ચિત ભલામણ કાંડ પછી સરકારે સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં ખાસ ધ્યાન આપ્યું છે. સેનેટની ચૂંટણીના વિલંબથી આ સભ્યો હવે ઘર ભેગા થશે. જેમા ભરત રામાનુજ, નેહલ શુક્લ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી સહીત 6 સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનો આવતીકાલે છેલ્લો દિવસ. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતી ડો ગિરીશ ભીમાણીની પણ સિન્ડિકેટ સભ્ય તરીકે ટર્મ પુરી થશે.
ચિંતન શિબિર બાદ ગુજરાત કોંગ્રેસ આવી એક્શનમાં,પ્રભારી રઘુ શર્માએ લીધો મોટો નિર્ણય
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે ઉદયપુરની ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી માટે સમિતિની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની દિલ્હી મુલાકાત બાદ તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રભારી રઘુ શર્માએ 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ 7 દિવસની અંદર અત્યારસુધી થયેલા કામોનો રિપોર્ટ તૈયાર કરશે. સમિતિ દ્વારા એક મહિનામાં મંડલ સુધીની સમિતિઓની રચના કરશે. સમિતિમાં ગુજરાત કોંગ્રેસના ત્રણ સહપ્રભરીઓનો સમાવેશ થાય છે. સહપ્રભારી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ રાઠોડ અને. પી એમ સંદીપનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા અને કોર કમિટીના સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ સામેલ છે.