વડોદરાઃ ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ કેસો વડોદરામાં નોંધાયા છે. ત્યારે હવે પાદરા તાલુકો કોરોનાનો હોટસ્પોટ બની રહ્યો છે. પાદરામાં આજે વધુ 5 કેસ નોંધાયા છે. મધ્ય ગુજરાતના તાલુકાઓમાં પાદરામાં સૌથી વધુ કોરોનાના કેસ છે.
પાદરામાં કોરોનાના કેસોનો આંકડો 47 થયો થયો છે. 20 ઉપરાંત માત્ર શાકભાજીના વેપારીઓને કોરોના થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પાલિકાના કોર્પોરેટર અને APMCના ચેરમેન સહિતના લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દિવસેને દિવસે વધતા કેસોને લઈ તંત્ર ચિંતામાં આવી ગયું છે.
વડોદરા જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી જિલ્લામાં 535 એક્ટિવ કેસો હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1100 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલલ 47 લોકોના મોત થયા છે.
મધ્ય ગુજરાતનો આ તાલુકો બન્યો કોરોના હોટસ્પોટ, એક જ દિવસમાં નોંધાયા પાંચ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2020 03:34 PM (IST)
પાદરામાં આજે વધુ 5 કેસ નોંધાયા છે. મધ્ય ગુજરાતના તાલુકાઓમાં પાદરામાં સૌથી વધુ કોરોનાના કેસ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -