વડોદરાઃ વાઘોડિયાના રવાલ ગામની સિમમા પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેતર માલિકને બે મૃતદેહ જણાતા પોલીસને જાણ કરી હતી. ખેતરમા ઝેરી દવા ગટગટાવી બંન્નેએ મોત વ્હાલુ કર્યું છે. પ્રેમી પંખીડાના બંન્ને પરણીત છે.
યુવન ચાર પુત્રીનો પિતા છે, જ્યારે યુવતી બે પુત્રોની માતા છે. ગરુડેશ્વરની યુવતી વાઘોડિયા રુમ ભાડે રાખી અભ્યાસ કરતી હતી. ITM કોલેજમા નર્સીંગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી 32 વર્ષીય યુવતીને છકડો રિક્ષા ફેરવી પરિવારનુ ભરણપોષણ કરતા કછાટીયાના 28 વર્ષીય યુવાન સાથે પ્રેમસંબંધ હતા. છકડામા રોજ મુસાફરી કરતા યુવતીને યુવક સાથે પ્રેમ થયો હતો. અગમ્યો કારણસર ખેતરમા ઝેરી દવા પીતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Arvalli : એક્ટિવા પર જતી કોન્સ્ટેબલ યુવતીને આંતરી કાર ચાલકે કરી છેડતી ને પછી....
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. માલપુર પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલની આબરૂ લેવાનો પ્રયાસ કરાયો હતો. ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે ઘટના બની હતી. એક્ટિવા લઇ જતી પોલીસકર્મીને ઇકો કાર ચાલકે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.
હાઇવે પર વાહન આવી જતા હવસખોર આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જેસવાડી ગામના આરોપીને ઝડપી પાડ્યો છે.
Vadodara : મુસ્લિમ યુવકે પરાણે લગ્ન કરી યુવતીને બનાવી દીધી ગર્ભવતી, વીડિયો બતાવી આચરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વડોદરાઃ વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. સંતોકનગરનાં મોહિબ પઠાણ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. યુવતીની ફરિયાદ છે કે, અશ્લીલ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહિરા' કર્યું હતું. લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું. શારીરિક માનસિક ત્રાસ આપી દબાણ કરતાં ફરિયાદ નોંધાવી છે.