વડોદરાઃ વડોદરામાં હરિયાણાની 24 વર્ષની યુવતી પર બળાત્કારના કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરેલી પૂછપરછમાં આઘાતજનક ખુલાસો થયો છે.  પૂછપરછ દરમિયાન રાજુ ભટ્ટે યુવતી સાથે પોતાને શારીરિક સંબંધો હોવાનું તથા છ-સાત વાર મળ્યો હોવાનું કબૂલ્યું હતું. સાથે સાથે આરોપી રાજુ ભટ્ટે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને અકુદરતી શરીર સંબંધ બાંધ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.


યુવતીના નિવેદનના આધારે મૂળ ફરિયાદમાં પોલીસે IPCની 377મી કલમ ઉમેરી છે. IPCની 377મી કલમ હેઠળ કોઈ પણ વ્યક્તિ સાથે અકુદરતી રીતે શરીર સંબંધ બાંધવો ગુનો છે. આ ઉપરાંત પોલીસે પોલીસે IPCની  376 ( એન) ( કે)ની કલમ  પણ ઉમેરી છે. પોલીસે  એક જ યુવતી ઉપર એકથી વધુ વખત બળાત્કાર ગુજારવાની કલમ ઉમેરી છે. આરોપી રાજુ ભટ્ટને નિસર્ગ કોમ્પલેક્ષમાં લઈ જઈ પોલીસ આજે રીકન્સ્ટ્રકશન કરશે.


આરોપી રાજુ ભટ્ટે પોલિસ સમક્ષ કબૂલાત કરી કે, પોતે યુવતીને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને શરીર સુખ માણ્યાની કબૂલાત કરી છે.  આ ઉપરાંત હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાનો સ્વીકાર કર્યો છે.


જો કે રાજુ ભટ્ટે યુવતીની સહમતીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયા બાદ વડોદરા લવાયો હતો. ભટ્ટની કબૂલાત બાદ તેને  તમામ જગ્યાઓએ રિકન્સ્ટ્રકસન માટે લઈ જવાશે.


રાજુ ભટ્ટે પોતે નિર્દોષ હોવાનું રટણ કરીને કહ્યું હતું કે, તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો નથી અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.