શોધખોળ કરો

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંડવી વિસ્તારની દલા પટેલની પોળમાં 50 વર્ષીય માતાએ પોતાના જુવાન દીકરા-દીકરી સાથે સામુહિક આપઘાત કર્યો, પોલીસ અને એફએસએલ દ્વારા સઘન તપાસ શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરામાં માતા, પુત્ર, પુત્રીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.
  • કામવાળી બહેને દરવાજો ખખડાવતા ઘટનાની જાણ થઈ હતી.
  • પિતાના નિધન બાદ પરિવાર તણાવમાં, પોલીસ તપાસ ચાલુ.

Vadodara mass suicide case: વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ) માં રહેતા એક જ સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લીધી છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને વડોદરા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તહેવારોની મોસમ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી દલા પટેલની પોળમાં ભારે શોક અને ગમગીનીની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવારમાં 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો દીકરો નીલકંઠ સોની અને નાની દીકરી જેની સોની રહેતા હતા. આ ત્રણેય જણાએ પોતાના જ ઘરમાં પંખા સાથે લટકીને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

કામવાળા બહેને દરવાજો ખખડાવ્યો ત્યારે ભાંડો ફૂટ્યો

આ હચમચાવી દેનારી ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના ઘરે રોજિંદું કામ કરવા આવતા કામવાળા બહેન ત્યાં પહોંચ્યા. કામવાળા બહેને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

ઘરમાં એસી (AC) ચાલુ હોવાનો અવાજ સ્પષ્ટ આવતો હતો, પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. કંઈક અજુગતું બન્યાની શંકાના આધારે દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે સ્થાનિક લોકોની મદદથી ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે અંદરનું દૃશ્ય જોઈને સૌના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ઘરમાં માતા, પુત્ર અને પુત્રી ત્રણેયના મૃતદેહ પંખે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ ભયાનક દૃશ્ય જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પિતાના નિધન બાદ પરિવાર પર તૂટી પડ્યો હતો પહાડ

આ સામુહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક લોકો અને પાડોશીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ પરિવારના મોભી એટલે કે આરતીબેનના પતિનું આશરે 1 વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું હતું.

ઘરના મોભીની છત્રછાયા ગુમાવ્યા બાદ આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, માતાએ પોતાના યુવાન દીકરા અને દીકરી સાથે આટલું મોટું અને અંતિમ પગલું કેમ ભર્યું, તે હજુ પોલીસ તપાસનો મુખ્ય વિષય છે.

પોલીસ અને એફ.એસ.એલ. (FSL) ની ટીમ દ્વારા સઘન તપાસ

આ બનાવની જાણ થતાં જ વડોદરાના ડીસીપી (DCP) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડીસીપીએ પોતાના પ્રાથમિક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે એક જ પરિવારના 3 વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયન્ટિફિક તપાસ માટે એફ.એસ.એલ. (FSL) ની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. એફએસએલની કામગીરી અને જરૂરી પંચનામું પૂર્ણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે.

Frequently Asked Questions

વડોદરામાં કઈ કરુણ ઘટના બની છે?

વડોદરાના માંડવી વિસ્તારમાં દલા પટેલની પોળમાં એક જ સોની પરિવારના માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી છે. તેઓએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનામાં કયા સભ્યોએ આત્મહત્યા કરી છે?

મૃતકોમાં 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો દીકરો નીલકંઠ સોની અને નાની દીકરી જેની સોનીનો સમાવેશ થાય છે.

સામૂહિક આત્મહત્યાની જાણ કેવી રીતે થઈ?

પરિવારના ઘરે કામ કરવા આવતા બહેને દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. બાદમાં આસપાસના લોકોની મદદથી દરવાજો ખોલતા ત્રણેયના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા.

આ સામૂહિક આત્મહત્યા પાછળનું સંભવિત કારણ શું છે?

આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ, આશરે એક વર્ષ પહેલા પરિવારના મોભીનું નિધન થતા પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હોવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
Embed widget