વડોદરાઃ શહેરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. GMERS મેડિકલ કોલેજ ની હોસ્ટેલ માં રેગીંગ નીંઘટના બાદ મોડે મોડે મેનેજમેન્ટ જાગ્યું છે. GMERS મેડિકલ કોલેજની એન્ટી રેગીંગ કમિટીની બેઠક બોલવાઈ હતી.
જી.એમ.ઇ.આર.એસ ગોત્રી કોલેજમાં રેગીંગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. 60 વિદ્યાર્થીઓના રેગીંગની ઘટનાથી MBBSના બીજા વર્ષની પરીક્ષા મોકૂફ રખાઇ છે. રેગીંગના 30 કલાક બાદ પણ કોલેજને કોઈ લેખિત ફરિયાદ નહીં. ગોરવા પોલીસને ડિને જાણકારી આપી હતી. રેગીંગ માટે જવાબદાર 2 રેસિડન્સ તબીબ ને છુટા કરાયા છે. ડો. નૈતિક પટેલ અને ડો ભાર્ગવ બલદાણીયાને છુટા કરાયા છે.
આજે રજિસ્ટ્રાર અને વિદ્યાર્થીઓના માતા પિતાને કોલેજ બોલાવવામાં આવશે. મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, બહારના લોકો આવી સિનિયર વિદ્યાર્થીઓને ઉકસાવે છે. આ મામલે પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છે. એન્ટી રેગીંગ કમિટી સમગ્ર મામલે તપાસ કરી અહેવાલ તૈયાર કરશે. સમગ્ર અહેવાલ પોલીસને સુપ્રત કરવામાં આવશે.
જી.એમ.ઇ.આર.એસ કોલેજનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાશે, તેમ ગોરવાના પીઆઇએ જણાવ્યું હતું. કોલેજના ડિને તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભોગ બનનાર વિધાર્થીઓ પૈકી કેટલાક વિધાર્થીઓ અને વાલીઓ સાથે મેનેજમેન્ટે બેઠક કરી હતી. ગોરવા પોલીસ મથકના પી આઈ આર સી કનામિયા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
Navsari : પોલીસ સ્ટેશનમાં બે યુવકોનો શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં આજે ડાંગ સજ્જડ બંધ
ડાંગઃ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનોના આપઘાત પ્રકરણ મામલે આજે ડાંગમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે ડાંગ સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ડાંગ બંધને તમામ વર્ગના લોકોએ સમર્થન આપ્યું છે. ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારી સંગઠનો અને પ્રવાસન સ્થળ સજ્જડ બંધ રહ્યા હતા. ડાંગમાં બંધના કારણે તમામ તાલુકાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું હતું. એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.
યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.