વડોદરાઃ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમના પગરખાં ઉપાડનાર યુવકના પગે લાગ્યા હતા. જન આશીર્વાદ યાત્રા માટે કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે વડોદરાના અટલાદરા ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.
અહીં કોઠારી સવામીના આશીર્વાદ બાદ રૂમની બહાર નીકળતા તેમના પગરખાં જે જગ્યાએ કાઢ્યા હતા એની વધુ નજીક પડ્યા હતા, જે મામલે રાજેન્દ્ર ત્રિવેદીએ સવાલ કર્યો કે પગરખાં અહીંયા કોણ લાવ્યું ? ધીરજ બ્રહ્મભટ્ટ નામનો યુવક જે સ્વામિનારાયણ મંદીર ખાતે સેવા આપે છે એ પગરખાં નજીક લાવ્યો હતો. ધીરજે પગરખાં ઉઠાવ્યા એ બદલ રાજેન્દ્ર ત્રિવેદીએ યુવક ના પગે લાગી સજ્જનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, એક ક્ષણ એવી હતી કે પગે લાગનાર અને જેના પગે લાગે છે એ બંને ભાવુક થયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભગવાન અને માં બાપના પગે લાગવાનું હોય પણ મારા પગરખાં યુવકે ઉઠાવ્યા એટલે આદર સાથે હું એના પગે લાગ્યો હતો.
મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અટલાદરા સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી જન આશીર્વાદ યાત્રાના બીજા દિવસનો પ્રારંભ કર્યો હતો. કોઠારી સ્વામીના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા. બાદમાં રાજેન્દ્ર ત્રિવેદી પાદરા જવા નીકળ્યા હતા.
રાજેન્દ્ર ત્રિવેદી સ્વામિનારાયણ મંદિરમાં ધીરજ બ્રહ્મભટ્ટ નામના યુવકને પગે લાગ્યા હતા. યુવક રાજેન્દ્ર ત્રિવેદીના બુટ ઉઠાવીને લાવ્યો હતો. તેમણે યુવકને ફરી આવું નહીં કરવા વિનંતી કરી હતી. તેમણે આ સમયે કહ્યું હતું કે, કોર્ટમાં હજ્જારો કેસ પેન્ડિંગ રહે છે જે ઝડપથી નિકાલ આવે તે કામગીરી કરીશું. લોકોને ઝડપથી ન્યાય મળે એ માટેની કામગીરી કરવામાં આવશે. મહેસુલ વિભાગના અનેક પ્રશ્નોના નિરાકરણ બાકી છે તેની પર કાર્યરત રહીશું. એક વર્ષનો ઓછો સમય મળ્યો છે પણ યોગ્ય કામગીરી કરીશું. સાડા ત્રણ વર્ષ પછી ભાજપનો ખેસ ધારણ કરવા મળ્યો, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આપમા જોડાશે. ગાંધીનગર મહાનગર પાલિકામાં હંસાબેન મોદી મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સત્તા પરિવર્તન સાથે તેઓ ભાજપમાં પ્રવેશ્યા હતા અને પ્રથમ મહિલા મેયર બન્યા હતા. હવે આજે બપોરે 1 વાગે સત્તાવાર રીતે તેઓ આપમાં જોડાશે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રોડ શો યોજાવાનો છે. ગાંધીનગરના પેથાપુરથી બપોરે 12 વાગ્યે રોડ શો શરૂ થશે અને કુંડાસણ પૂરો થશે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીનગરમાં રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જોડાયા હતા. ત્યારે ચૂંટણી પહેલા ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે.