Vadodara : વડોદરાના મેયર કેયુર રોકડીયાના વિરોધમાં નારા લાગતા તેમને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડીયાના વોર્ડમાં જ દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીથી એક કિશોરીનું મોત નિજ્યું હતું, જોકે વિપક્ષે  આ પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ મેયર પોતે ત્યાં પહોંચતા વિસ્તારના લોકોએ “હાયરે મેયર હાય હાય”ના નારા લગાવતા મેયરે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.  


દુષિત પાણીને કારણે 20 વર્ષની કિશોરીનું મોત 
વડોદરા શહેરમાં જેતલપુર રોડ પર આવેલા  નિવાસમાં ગઇ કાલે 17 જુલાઈએ  ગંદુ દુષિત  પીવાના કારણે 20 વર્ષની કિશોરીને ઝાડા-ઉલટી થયા હતા અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.  


ત્યારે આજે વિપક્ષ નેતા અમિબેન રાવત  નિવાસમાં મૃતક કિશોરીના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને આશ્વાસન આપ્યું  હતું કે આ ગંદા પાણીની સમસ્યા અંગે કમિશનરને પત્ર લખવામાં આવશે અને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. 


મેયર પહોંચતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ 
બીજી તરફ કોર્પોરેશનના અધિકારી તથા મેયર કેયુર રોકડીયા તથા વોર્ડ નં-8 ના ચાર્યે  કાઉન્સિલર જેતલપુર રોડ પર આવેલા  નિવાસમાં સ્થાનિકો દ્વારા ગંદા પાણીને લઈને મેયરનો ઘેરાવ કર્યો હતો. મેયર કેયુર રોકડીયા દ્રારા કોઈપણ જાતનો પ્રતિસાદ મળ્યો ન હતો ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા હાયરે મેયર હાય નારા સાથે મેયર કેયુર રોકડીયાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. 


 


વડોદરામાં11 વર્ષની સગીરા સાથે રીક્ષાચાલકે કર્યા અડપલાં 
વડોદરા શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના વરણામા પોલીસ મથકમાં બનેલા આ બનાવે ચકચાર મચાવી છે. 


આ અંગે વિગતે વાત કરીએ તો અહીં એક  રિક્ષા ચાલકે 11 વર્ષની તરૂણી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. પાણી પુરી અને ચાઈનીઝ ખવડાવવાની લાલચ આપી છકડાનો ચાલક તરૂણીને નેશનલ હાઇવે નંબર 48 પર લઈ ગયો હતો,


ત્યાર બાદ નેશનલ હાઇવે 48 ઉપર નવા બની રહેલા પેટ્રોલ પંપની સામે અંધારામાં છકડો ઉભો રાખી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જો કે આ બનાવ બાદ તરૂણીના પરિવારજનોએ બનાવ અંગે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 


પોલીસે ફરિયાદના આધારે આરોપી છકડા ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને પોલીસ પાસેથી ન્યાય મળે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતા જ સગીરાના માતા રડી પડ્યા હતા. હાલ વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ગુનાની તપાસ કરજણ સી.પી.આઈ. જે.જી.દેસાઈ કરી રહ્યા છે.