વડોદરાઃ વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આકરા તેવર સામે આવ્યા છે. જરોદ ગ્રામ પંચાયત ઘ્વારા ગેરકાયદેસર બાંઘકામ દુર કરવા વેપારીઓને નોટીસ આપી હતી. ગ્રામજનો વારંવાર દબાણો હટાવવા તાલુકા વિકાસ અઘિકારીને અરજી કરતા હતા. જરોદના વેપારીઓએ દબાણો દુરના થાય તે માટે શ્રીવાસ્તવનુ શરણ લીધું હતું. 

Continues below advertisement

વગર માસ્કે ટોળે વળેલ વેપારીઓને ખાત્રી આપતા ફરી એકવાર દબંગાઈ બતાવી. જયાં સુઘી હુ ધારાસભ્ય છુ ત્યાં સુઘી હુ કોઈનુ પણ તુટવા નહિ દઊ તેની ખાત્રી આપુ છુ. સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે કે પોલીસ ખાતાવાળા આવે મેં કહિ દિઘુ એટલે વાત પતી ગઈ. કલેક્ટર આવે તો કલેક્ટરની પણ તાકાત નથી. મધુ શ્રીવાસ્તવની વાઘોડિયા અને જરોદ સામે વ્હાલા દવલાની નિતી સામે આવી છે. 

વાઘોડિયામા જાહેર માર્ગ પરના દબાણો દુર કરતા નાનો મોટો ધંધો કરતા 500 જેટલા લોકો બેરોજગાર બન્યા હતા. જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો નહિ તોડવા માટે ધારાસભ્ય મેદાને પડ્યા છે. વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા અને જરોદ વચ્ચે ભેદભાવ રાખ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે. વાઘોડિયામા નડતર રુપ દબાણો તોડવામા આવતા શ્રીવાસ્તવે મૌન સેવ્યુ હતુ. જયારે જરોદમા દબાણો દુર કરવાનો વારો આવ્યો તો શ્રી વાસ્તવે દબંગાઈ બતાવી. 

Continues below advertisement

જરોદ પંચાયતે દબાણો દુર કરવા વેપારીઓને સાત દિવસની નોટીસ આપી હતી, પરંતુ આજે નોટીસની અવઘી પુરી થતા તદુકાનો તુટશે તેવા ભયે વેપારીઓએ મઘુ શ્રી વાસ્તવને જરોદ બોલાવી શરણુ લિઘુ હતુ. બેઠકમા મઘુ શ્રી વાસ્તવે ગ્રામજનોની રજુઆત દબાણો તોડવાની હોય તેવોને ઊંચા અવાજે દબાવી ગામની બર્બાદી કરવી છે. ?  તેમ કહિ બોલતા બંઘ કર્યા હતા.હુ ધારાસભ્ય છુ ધારુ તે કરુ બાકીના બધા છક્કા છે. 

તો બીજી તરફ વેપારીઓના દબાણો પોતાની રિતે દુર કરો તેમ કહિ ખાત્રી આપે છે કે ધારેલુ કરે તે ધારાસભ્ય, બાકી તુટવા કોઈનુ નહિ દઊ ચીંતા ના કરશો જ્યાં સુઘી હુ ધારાસભ્ય છુ . ખાત્રી આપુ છુ.  ચાહે સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે કે પછી પોલીસવાલા મેં કિધુ આવુ છુ એટલે પતી ગઈ વાત. પછી કલેક્ટર આવે તો તેની પણ તાકાત નથી. . 

વાણી વિલાસમા એકવાર ફરીથી અઘિકારીઓ સહિત કલેક્ટર પર નિશાન સાંઘ્યુ હતુ. પોતાની સત્તાના જોરે ગેરકાયદેસર દબાણો યથાવત્ રખાવી એક તરફ વેપારીને ખુશ કર્યા તો બીજી તરફ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યા જેમની તેમ ઊભી રખાવી,  જરોદ મા દબાણો દુર ન કરી, માત્ર વાઘોડિયામા દબાણો દુર કરતા બંન્ને વચ્ચે વિઘાનસભા વખતની ચુંટણી અદાવતમા ભેદભાવની નિતી છતી થઈ હતી.