Watch:વીડિયો સોમવારનો છે. બક્સરમાં, ભાજપે શહેરમાં વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ભાજપ નેતા પડી  ગયા હતા..  બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા જો કે બદનસીબે તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


બિહારના બક્સરમાં સોમવારે ભાજપે શહેરમાં આક્રોશ માર્ચ કાઢી હતી. વિરોધ કૂચ શહીદ ભગત સિંહ પાર્ક પહોંચી જ્યાં બીજેપી નેતા અચાનક બેહોશ થઈને નીચે પડી ગયા. ઉતાવળમાં લોકો તેને સદર હોસ્પિટલ લઈ ગયા. જ્યાં સદર હોસ્પિટલના ડોક્ટર અનિલ કુમારે તેને મૃત જાહેર કર્યો. તેમના મૃત્યુનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇરહ્યો છે.


ભાજપના નેતા અચાનક નીચે પડી ગયા


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભાજપના લોકો કેવી રીતે આક્રોશ સાથે કૂચ કરી રહ્યાં છે. આ દરમિયાન ભાજપના નેતા પરશુરામ ચતુર્વેદી અચાનક નીચે પડી ગયા. તે પડતાની સાથે જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. તેના નાકમાંથી લોહી નીકળ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તાબડતોબ તેને હોસ્પિટલ લઇ જવાયા હતા જો કે તેનીજિંદગી ન બચાવી શકાય, ઘટના બાદ હોસ્પિચલમાં  સદર એસડીએમ ધીરેન્દ્ર મિશ્રા અને આરજેડી જિલ્લા અધ્યક્ષ શેષનાથ સિંહ, કોંગ્રેસના રાજપુરના ધારાસભ્ય વિશ્વનાથ રામ, નેમતુલ્લા ફરીદી અને બીજેપીના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. નિધના સમચારથી ભાજપના કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ






સદર હોસ્પિટલ પહોંચેલા લોકોએ શબ્દાજલિ આપતા કહ્યુ હતું, કે,  પરશુરામ ચતુર્વેદી એક સરળ સ્વભાવના અને સરળ વ્યક્તિ હતા. પરશુરામ ચતુર્વેદીના મૃતદેહને સદર હોસ્પિટલથી તેમના વતન ગામ અંતિમ સંસ્કાર માટે લઇ  જવામાં આવ્યો, જે મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર સ્થિત છે. મંગળવારે, પરશુરામ ચતુર્વેદીની અંતિમયાત્રા તેમના ગામથી નગર પોલીસ સ્ટેશન થઈને પીપરપતિ રોડ થઈને શહીદ ભગત સિંહ પાર્ક લઇ જવાઇ હતી.  ત્યારબાદ ત્યાંથી બક્સર મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


અશ્વિની ચૌબેએ શ્રદ્ધાંજલિ આપી


અહીં, મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી કમ બક્સર સાંસદ અશ્વિની ચૌબે પણ બક્સર જિલ્લાના મહદાહ ગામમાં પહોંચ્યા અને મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આ દરમિયાન અશ્વિની ચૌબેએ કહ્યું કે, પરશુરામ ચૌબે મારા નાના ભાઈ હતા  તેઓ હંમેશા ખેડૂતોના હક માટે લડતા રહ્યા.


 કોણ હતા પરશુરામ ચતુર્વેદી


પરશુરામ ચતુર્વેદી 2020 માં બક્સર સદર વિધાનસભાથી ભાજપની ટિકિટ પર ઉમેદવાર હતા જ્યાં તેમને કોંગ્રેસ પાર્ટીના સંજય તિવારી એઉર્ફે મુન્ના તિવારીએ 3 હજાર મતોથી હરાવ્યાં હતા