Australia Flight Brawl: ઓસ્ટ્રેલિયન એરક્રાફ્ટમાં ઝપાઝપીની ઘટના બાદ એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ (Crew Members)ની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.


Australian Flight Angers Pilot: ઓસ્ટ્રેલિયન એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે લડાઈની ઘટના સામે આવી છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ આ સમગ્ર બાબત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બંને વચ્ચે હાથાપાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એરલાઇન્સના અધિકારીઓ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, એક મુસાફરના અયોગ્ય વર્તન બાદ ઓસ્ટ્રેલિયન પાયલોટ (Australian Pilot) ગુસ્સે થઈ ગયો હતો.


પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચેનીહાથાપાઈનો આ વિડીયો વર્જિન ઓસ્ટ્રેલિયા (Virgin Australia Flight) ની ફ્લાઈટનો છે. એરલાઈન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પેસેન્જર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


પેસેન્જર અને પાયલોટ વચ્ચે હાથાપાઈ:


વિડીયોમાં કોકપીટની બહાર મુસાફર અને પાયલટ વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે. આ દરમિયાન અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુસાફરના ગેરવર્તનને કારણે પહેલા વિવાદ થયો અને પછી પાયલટ ખૂબ ગુસ્સે થઈ ગયો.ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી.






કોકપિટની બહાર ઝગડો:


સ્કાય ન્યૂઝના રિપોર્ટ મુજબ, વિડીયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે અને કોકપિટની બહાર પેસેન્જર અને પાઈલટ વચ્ચે તણાવ હોવાનું દર્શાવે છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને વચ્ચે મારામારી થઈ રહી છે.  આ દરમિયાન, અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ આ બંનેને બચાવવા માટે આવે છે. આ દરમિયાન તેઓનો ઝઘડો જોવા માટે અનેક મુસાફરો પહોંચી ગયા હતા.


આરોપી મુસાફર સામે લીધા પગલા


કથિત રીતે , યાત્રીએ પ્લેનમાં સહકાર આપવાની ના પડ્યા બાદ પાયલટે પેસેન્જરને બહાર નીકળવા કહ્યું. સ્કાય ન્યૂઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં પેસેન્જરે પ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. પાછળથી, પાઇલટે સ્ટાફને પોલીસને બોલાવવાનું કહ્યું પછી તે જવા માટે સંમત થયો. એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો અને તેના પર આગળની મુસાફરી માટે પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા.


એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે મહેમાનો અને ક્રૂ મેમ્બર્સ(Crew Members) ની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને અમે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટ્સ (Crew Members)  પર કોઈપણ પ્રકારની ગેરવર્તણૂકને ચલાવી લઈશું નહીં.