Russian Soldier Tears: યુક્રેનમાં એક રશિયન સૈનિકે પકડાઇ જતાં તેને આત્મસમર્પણ કરી દીધું.. આ દરમિયાન યુક્રેનના લોકોએ તેને ચા પીવડાવી અને તેની માતા સાથે વાત કરાવી હતી.આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે
યુક્રેનમાં એક રશિયન સૈનિકે પકડાઇ જતાં તેને આત્મસમર્પણ કરી દીધું.. આ દરમિયાન યુક્રેનના લોકોએ તેને ચા પીવડાવી અને તેની માતા સાથે વાત કરાવી હતી. રશિયન યુવક પોતાની માતા સાથે વાત કરીને ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. આ રશિયન સૈનિકનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે.
યુક્રેનની સડકો પર લોહી વહાવતા રશિયન સૈનિકો ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. હવે એક તાજા કિસ્સામાં યુક્રેનમાં એક રશિયન સૈનિક પકડાયો છે. આ પછી રશિયન સૈનિકે આત્મસમર્પણ કર્યું. રશિયન સૈનિકની પાસે હાજર યુક્રેનના લોકોએ તેને ચા પિવડાવી હતી. તો ત્યાં હાજર એક મહિલાએ તેને આશ્વાસન આપ્યું હતું, તેને પોતાનો ફોન આપ્યો અને તેને તેની માતા સાથે વાત કરવા કહ્યું. તેની માતાનો અવાજ સાંભળીને રશિયન સૈનિક રડવા લાગ્યો.
આ સમગ્ર ઘટનાને મોબાઇલ કમેરામાં કેદ કરી દેવાઇ હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો એક વ્યક્તિ કહી રહ્યો છે કે, 'આ યુવકો છે, આ તેમની કોઇ ભૂલ નથી. આ સૈનિકો જાણતા નથી કે તેઓ અહીં શા માટે આવ્યા છે. તેઓ જૂના નકશાનો ઉપયોગ કરી રહ્યા છે અને ભૂલા પડી ગયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન સૈનિકના આત્મસમર્પણ બાદ સ્થાનિક લોકો તેને ચા અને ફૂડ આપે છે.
'રશિયન સૈનિકોને આત્મસમર્પણ કરો, યુક્રેનના લોકો તમને ભોજન આપશે’
આ વીડિયોનું કેપ્શન છે, 'રશિયન સૈનિકોને આત્મસમર્પણ કરો, યુક્રેનના લોકો તમને ભોજન આપશે. માત્ર શરણાગતિ બસ”. સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકો પોતાનો ઉત્સાહ ગુમાવી રહ્યા છે અને તેઓ લડ્યા વિના આત્મસમર્પણ કરી રહ્યા છે. આવા બીજા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં એવું જોવા મળે છે કે રશિયન સૈનિકો રડી રહ્યા છે અને તેઓ ઇંધન અને ફૂડ ખતમ થઇ ગયાની પણ ફરિયાદ કરે છે.