Lok Sabha 2024:  કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, વડાપ્રધાનનો વિકલ્પ જે પણ કોઇ હશે. તે  એક અનુભવી, સક્ષમ ભારતીય નેતા હશે. જે લોકોની સમસ્યાઓ પ્રત્યે પ્રતિભાવ આપશે અને તેને વ્યક્તિગત અહંકાર નહીં હોય.  


કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ સાથે જોડાયેલા સવાલને વાહિયાત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રશ્ન ખોટો છે, કારણ કે અમે કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ પાર્ટી કે પાર્ટીઓના ગઠબંધનને ચૂંટીએ છીએ. શશિ થરૂરે આ જવાબ એક પત્રકારે તેમને સવાલ પૂછ્યા બાદ આપ્યો હતો.


શશિ થરૂરે પત્રકારના સવાલનો  આપ્યો જવાબ


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા શશિ થરૂરે કહ્યું,એકવાર એક પત્રકારે મને પૂછ્યું કે, પીએમ મોદીનો વિકલ્પ કોણ હોઈ શકે? સંસદીય પ્રણાલીમાં આ પ્રશ્ન વાહિયાત છે. અમે કોઈ વ્યક્તિને પસંદ કરતા નથી, પરંતુ એક પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને પસંદ કરીએ છીએ.






થરૂરે કહ્યું કે, પીએમ મોદીનો વિકલ્પ કોણ હશે


થરૂરે કહ્યું, "વડાપ્રધાન માટે જે પણ પસંદગી થશે, તે એક અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતા હશે જે લોકોની સમસ્યાઓ પ્રત્યે પ્રતિભાવ આપશે અને વ્યક્તિગત અહંકાર રાખશે નહીં." તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમની પસંદગી વડા પ્રધાન એ માધ્યમિક વિચાર છે. વડા પ્રધાન તરીકે કોઈ વ્યક્તિને પસંદ કરવી એ ગંભીર વિચારણા છે."


કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખતના સાંસદ રહી ચૂકેલા અહીથી ચોથી વખત લોકસભા ચૂંટણી લડવાના છે. તેઓ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર અને ડાબેરી મોરચાના ઉમેદવાર પન્યાન રવિન્દ્રન સામે ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે થરૂર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તિરુવનંતપુરમમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 19 એપ્રિલથી મતદાન શરૂ થશે.