Congress MLA Ramesh Kumar: શરમજનક નિવેદન આપતાં રમેશ કુમારે કહ્યું કે, જ્યારે દુષ્કર્મ થવાનું જ છે તો  સૂઈ જાઓ અને મજા લો. આ શરમજનક નિવેદનને લઈને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.


ગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર રમેશ કુમારે મહિલા પર થતાં દુષ્કર્મને લઇને ખૂબ જ વાંધાજનક અને શરમજનક  નિવેદન આપ્યું છે. નિવેદન પણ એવું છે કે કોઈ સાંભળે તો આંખો શરમથી ઝૂકી જાય. શરમજનક નિવેદન આપતાં રમેશ કુમારે કહ્યું કે, જ્યારે દુષ્કર્મ  થવાનું જ હોય અને સ્થિતિ આપણા કન્ટ્રોલની બહાર હોય તો  ​​ત્યારે સૂઈ જાઓ અને મજા લો,  હવે આ નિવેદનને લઈને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ગૃહમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન પર ચર્ચા દરમિયાન કેટલાક ધારાસભ્યોએ આ મુદ્દે પણ ચર્ચાં કરી હતી અને  તેમના મતવિસ્તારની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.


સ્પીકર વિશ્વેશ્વર હેગડે પાસે પણ ઓછો સમય બચ્યો હતો અને તેઓ સાંજે 6 વાગ્યા સુધીમાં ચર્ચા સમાપ્ત કરવા માંગતા હતા જ્યારે ધારાસભ્યો સમય વધારવાની માંગ કરી રહ્યા હતા. આ સ્થિતિમાં સ્પીકરે કહ્યું કે, હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા લેવાની છે અને હાં, હાં કરવાનું છે. તેમણે કહ્યું કે, મારે સ્થિતિને નિયંત્રણ કરવાનું છોડી દેવી જોઇએ અને દરેકની તેની વાત રજૂ કરવાની ઇજાજત આપવી જોઇએ.



આ સમયે એક માત્ર સમસ્યા છે કે, ગહમં કામકાજ નથી ચાલી રહી. આ વાત વચ્ચે પૂર્વ મંત્રી રમેશ કુમારે કહ્યું કે, જુઓ એક કહેવત છે. “જ્યારે દુષ્કર્મ થવાનું જ છે, તો સૂઇ જાવ અને તેની મજા લો”  આપની પણ આવી સ્થિતિ છે. હવે આ નિવેદનને લઇને વરિષ્ઠ કોગ્રેસી નેતા રમેશ કુમાર પર ચારેતરફથી વાર થઇ રહ્યો છે. આ પહેલી વખત નથી કે રમેશ કુમારે આવું શરમજનક નિવેદન આપ્યું છે. 2016માં પણ સ્પીકર તરીકે કામ કરતા તેમની હાલતની તુલના પીડિતા સાથે કરતા એક મોટું વિવાદિત અને શરમજનક નિવેદન આપ્યું હતું. જેને લઇને ખૂબ જ વિરોધ થયો હતો. રમેશ કુમારના આ નિવેદન બાદ ગૃહમાં મહિલા સભ્યોએ પણ હોબાળો કર્યો હતો અને આ નિવેદનનો વિરોધ કર્યો હતો.