AAP Congress Seat Sharing:આમ આદમી પાર્ટી (AAP) એક બાજુ પોતાના આપ બળે જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ દિલ્લીમાં કોંગ્રેસ સાથેના  ગઠબંધનનો ફોર્મૂલા પણ નક્કી થઇ રહ્યો છે.  જો કે હજું સુધી તેના વિશે કોઇ સતાવાર નિવેદન સામે નથી આવ્યું.


સૂત્રો મુજબ  દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ 4-3નો ફોર્મૂલા આપ્યો છે. એટલે કે 4 સીટ પર આમ આદમીપાર્ટી અને 3 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટ માંગી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ફોર્મૂલા તો તૈયાર થઇ ગયો છે પરંતુ કોંગ્રેસની વધુ એક સીટની માંગણીને કારણે મુદ્દો વિચારણાધિન હોય તેવા સંકેત મળી રહ્યાં છે.


ફોર્મૂલાને લઇને AAPનો શું છે તર્ક?


AAPના 4-3ના ફોર્મૂલાને લઇને જે તર્ક આપવામાં આવે છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કોઇ પણ બેઠક પર જીત હાસિલ ન હતી કરી. તો બીજી તરફ AAPનો એ પણ તર્ક છે કે, એમસીડી ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. દિલ્લી લોકસભાની 7 બેઠક પર હાલ ભાજપનો કબ્જો છે. 2019માં ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો.


2019નું શું હતું પરિણામ ?


2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસને 23 ટકા વોટ મળ્યા છે, જ્યારે AAPને 18 ટકા વોટ શેર મળ્યા છે. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ 5 સીટો પર બીજી પાર્ટી બની હતી, જ્યારે આમ આદમી પાર્ટી 2 સીટો પર બીજી પાર્ટી હતી.


કોંગ્રેસ-આપ કઈ સીટો પર ચૂંટણી લડી શકે છે?


જે સીટો પર AAP ચૂંટણી લડી શકે છે


      1.નવી દિલ્હી



  1. ઉત્તર પશ્ચિમ દિલ્હી

  2. પશ્ચિમ દિલ્હી

  3. દક્ષિણ દિલ્હી


ત્રણ બેઠકો જેના પર કોંગ્રેસ જીતી શકે છે



  1. પૂર્વ દિલ્હી

  2. ઉત્તર પૂર્વ દિલ્હી

  3. ચાંદની ચોક