બેંગલુરુ : 15 જૂન કર્ણાટક હાઈકોર્ટે બુધવારે ફેસબુકને ચેતવણી આપી હતી કે, ભારતમાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કેસ બાદ તેમના તેમના પરિવાર દ્રારા મુકલામાં આવેલ પોસ્ટ સામે ખોલવામાં આવેલ ફેક અકાઉન્ટ સામે કાર્યવાહી કેમ નથી થઇ આ મુદે તપાસ કરીને રિપોર્ટ સોંપવામાં આવે .


 


સાઉદી આરબ. જસ્ટિસ કૃષ્ણા એસ. દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ નજીક બિકર્નાકટ્ટેની રહેવાસી કવિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન દીક્ષિતે આ ચેતવણી આપી હતી.ખંડપીઠે ફેસબુકને નિર્દેશ આપ્યો છે કે તે  "જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ એક સપ્તાહની અંદર કોર્ટ સમક્ષ  કરે."


કોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે જાણકારી આપવી જોઇએ કે, ખોટા કેસમાં ભારતીય નાગરિક સામે શા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્ટે સુનાવણી 22 જૂન સુધી મુલતવી રાખતાં કહ્યું કે, મેંગલુરુ પોલીસે પણ યોગ્ય તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવો પડશે. કવિતાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેનો પતિ 52 વર્ષીય શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં એક કંપનીમાં કામ કરતો હતો, જ્યારે તે તેના બાળકો સાથે તેના વતનમાં રહેતી


તેમને જણાવ્યું હતું કે તેણીએ 2019 માં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ના સમર્થનમાં ફેસબુક પર એક સંદેશ મૂક્યો હતો, પરંતુ કોઇ અજ્ઞાત વ્યક્તિએએ તેના નામે નકલી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું હતું અને રાજા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ્સ મૂકી હતી.


 તેની જાણ થતાં જ કુમારે પરિવારને જાણ કરી અને કવિતાએ મેંગલુરુમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. જોકે, સાઉદી પોલીસે શૈલેષ કુમારની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ મામલાની તપાસ સંભાળતા, મેંગલુરુ પોલીસે ફેસબુકને પત્ર લખીને નકલી ફેસબુક એકાઉન્ટ ખોલવાની માહિતી માંગી છેય  જોકે, ફેસબુકે પોલીસને જવાબ આપ્યો નથી.. 2021 માં, અરજદારે તપાસમાં વિલંબ પર સવાલ ઉઠાવતા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યાં છે.