Viral video :આ ગ્રેટ વીડિયોએ સોશિયલ મીડિયા ટ્વિટર પર તેના એકાઉન્ટથી શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1 લાખ 10 હજાર વખત જોવામાં આવ્યો છે અને 4 હજારથી વધુ લોકોએ લાઈક

  કર્યો છે.


સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો. આ વિડિયો તે લોકો માટે છે જેઓ ઉતાવળમાં ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.  તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ ઉતાવળમાં હોય છે. કેટલાક લોકો એવા છે જે સિગ્નલ ક્રોસ કરતી વખ પણ નિયમોનું પાલન નથી કરતાં. આવા લોકો પોતાની ભૂલના કારણે અન્યને પણ મુશ્કેલીમાં મૂકે ચે. આ વીડિયોમાં એક રાહદારી ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતાં જેના કારણે તેની શું સ્થિતિ થાય છે તે જોઇ શકાય છે.


આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળી રહ્યો છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પર અત્યાધુનિક સાધનો લગાવવામાં આવ્યા છે. આ સાધનોનું કાર્ય ટ્રાફિકને સરળ બનાવવાનું છે. જોઈ શકાય છે કે એક છોકરો  ડિવાઇડર કૂદીને રોડ ક્રોસ કરવાની કોશિશ કરે છે. જો કે આવું કરવાની તેને તરત જ સજા મળે છે. કારણ કે અહીં ટ્રાફિકન નિયમો પાળવા માટેના સાધનો લગાવવામાં આવ્યાં છે.


આ યુવક જેવી બેરિકેડ પર ચડીને ક્રોસ કરવાની કોશિશ કરે છે કે તેને એક  મુક્કો મારવામાં આવે  છે. આ જોઈને છોકરો અવાચક બની જાય છે. તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે અટકે છે. તે પછી સિગ્નલ આવવાની રાહ જુએ છે.




આ વીડિયો ગ્રેટ વીડિયો દ્વારા શેર કરવામાં આવ્યો છે


આ વીડિયોને ગ્રેટ વીડિયોએ સોશિયલ મીડિયા ટ્વિટર પર તેના એકાઉન્ટથી શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં ને 1 લાખ 10 હજાર વખત જોવામાં આવ્યો છે અને 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.  કેટલાક લોકોએ આધુનિક ટેક્નોલોજીની આવકારતા તેની ખૂબ જ  પ્રશંસા કરી છે.