હાલ એક લગ્ન ચર્ચામાં છે. પત્નીની ઉંમર 25 વર્ષ અને પતિની ઉંમર 70 વર્ષ છે. બંનેની ઉંમરમાં 45 વર્ષનો તફાવત છે. પરંતુ દંપતીનું કહેવું છે કે તેઓ વયના તફાવતને તેમના સંબંધો પર હાવી થવા દેતા નથી. તેમને દુનિયા તરફથી મળતા ટોણાની પણ પરવા નથી. કેનેડા સ્થિત પતિ-પત્નીએ એક શોમાં પોતાના સંબંધો વિશે જણાવ્યું. પત્ની સ્ટેફનીએ 'લવ ડોન્ટ જજ' શોમાં કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ નથી. સ્ટેફનીના પતિનું નામ ડોન છે. દંપતીને બે વર્ષનો પુત્ર પણ છે.




ક્યારે થઈ હતી મુલાકાત


સ્ટેફનીએ જણાવ્યું કે તે ડોનને લગભગ 5 વર્ષ પહેલા એક પબમાં મળી હતી. સ્ટેફની આ પબમાં કામ કરતી હતી. સ્ટેફનીના કહેવા પ્રમાણે, ડોન જ્યારે પણ પબમાં આવતો ત્યારે તે ખૂબ જ ખુશ થતો. અહીંથી બંને વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. પરંતુ, જેમ જ લોકોને 45 વર્ષની ઉંમરના તફાવતની જાણ થઈ, ઘણા લોકો આ સંબંધ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી આશ્ચર્યજનક એવા લોકો હતા જેઓ સ્ટેફનીની નજીક હતા અને જેમની ઉંમર 20 વર્ષની આસપાસ હતી.




પુત્રની સાથે જતા લોકો કહે છે દાદા જેવા લાગો છો


સ્ટેફનીના જણાવ્યા પ્રમાણે - જ્યારે તેના પિતા, ભાઈ અને માતાને આ સંબંધ વિશે ખબર પડી તો તેઓ ચોંકી ગયા. તેઓને ચિંતા હતી કે સ્ટેફનીનો આ સંબંધ બહુ ઓછા સમય સુધી ટકી રહેશે. જોકે, પતિ-પત્ની લોકોની વાત પર ધ્યાન આપતા નથી. ડોને કહ્યું કે ઘણી વખત લોકો વિચારે છે કે તે તેમના પુત્રના દાદા છે. પરંતુ તેઓ તેના વિશે બહુ વિચારતા નથી અને લોકોને સુધારવાનો પ્રયાસ કરતા નથી.  ટેફાનીએ કહ્યું કે ઘણા લોકો માને છે કે તે ડોન સાથે છે કારણ કે તેને તેના જીવન વીમાના પૈસા મળશે.