શોધખોળ કરો

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

USA News: યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્હાઇટ હાઉસ નજીક એક વ્યક્તિએ સુરક્ષા ચોકી પાસે પહોંચીને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો, ફાયરિંગની ઘટનાથી હોબાળો મચી ગયો હતો.

USA News:  યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્હાઇટ હાઉસ નજીક 23  મે શનિવારે  સાંજે  એક વ્યક્તિએ સુરક્ષા ચોકી પાસે પહોંચીને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો ત્યારે હોબાળો મચી ગયો. યુએસ સિક્રેટ સર્વિસ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શંકાસ્પદ વ્યક્તિ પૂર્વીય સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ સુરક્ષા ચોકી પાસે પહોંચ્યો, તેની બેગમાંથી હથિયાર કાઢ્યું અને ત્યાં તૈનાત અધિકારીઓ પર ગોળીબાર કર્યો. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આશરે 30 રાઉન્ડ ગોળીબાર થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.

યુએસ સિક્રેટ સર્વિસના કોમ્યુનિકેશન ઓફિસે ટ્વિટ કર્યું, "શનિવારે સાંજે 6 વાગ્યા પછી, એક વ્યક્તિએ  હથિયાર કાઢ્યું અને 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં ગોળીબાર કર્યો. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો, જેમાં શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી દીધી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ગોળીબારમાં એક રાહદારી પણ ઘાયલ થયો હતો. તે સમયે રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસની અંદર હતા.

સુરક્ષા કર્મચારીઓએ જવાબી ગોળીબાર કર્યો

સિક્રેટ સર્વિસે અહેવાલ આપ્યો કે અધિકારીઓએ તાત્કાલિક વળતો ગોળીબાર કર્યો અને હુમલાવરને  ગોળી મારી દીધી. તેને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું પછીથી મૃત્યુ થયું.

ગોળીબારમાં એક રાહદારી પણ ઘાયલ થયો હતો

આ ઘટનામાં એક રાહદારી પણ ઘાયલ થયો હતો. જોકે, કાયદા અમલીકરણ અધિકારીઓ કહે છે કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, રાહદારીને શંકાસ્પદ વ્યક્તિ દ્રારા ગોળી લાગી કે જવાબી ફાયરિંગમાં ગોળી લાગી,  સિક્રેટ સર્વિસે અહેવાલ આપ્યો કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તે સમયે વ્હાઇટ હાઉસની અંદર હતા, પરંતુ તેમને આ ઘટનાથી કોઈ અસર થઈ ન હતી. એજન્સીએ એમ પણ જણાવ્યું કે તેના કોઈપણ કર્મચારીને ઈજા થઈ નથી. અધિકારીને કોઈ ઈજા થઈ નથી.

FBI ડિરેક્ટરે પણ માહિતી આપી

FBI ડિરેક્ટર કાશ પટેલે પણ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી. તેમણે કહ્યું કે અધિકારીઓ ગોળીબારની ઘટનાનો જવાબ આપી રહ્યા છે અને માહિતી ઉપલબ્ધ થતાં જ લોકોને અપડેટ્સ આપશે.પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે તેના X એકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યું હતું કે સિક્રેટ સર્વિસ આ વિસ્તારમાં કામગીરી કરી રહી છે. પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી છે.

પહેલા પણ આવી જ ઘટનાઓ બની ચૂકી  છે

શનિવારે જે વિસ્તારમાં ગોળીબાર થયો હતો તે વિસ્તારમાં ગયા નવેમ્બરમાં પણ હુમલો થયો હતો. એક બંદૂકધારીએ વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યો પર હુમલો કર્યો હતો.તે ઘટનામાં યુએસ આર્મી સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમનું મૃત્યુ થયું હતું, જ્યારે એન્ડ્રુ વુલ્ફ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે કેસમાં રહેમાનુલ્લાહ લકનવાલ પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી

આ ઘટના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાના કથિત પ્રયાસના એક મહિના પછી બની છે. 25 એપ્રિલના રોજ, વોશિંગ્ટનની એક હોટલમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશનના ડિનર  દરમિયાન ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના રહેવાસી કોલ થોમસ એલન પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે તાજેતરમાં કોર્ટમાં પોતાની જાતને નિર્દોષ ગણાવ્યાં હતા.. જો કે તે હાલ સંઘીય  કસ્ટડીમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
PM મોદી સ્લોવાકિયા પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત
PM મોદી સ્લોવાકિયા પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત
હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget