Bomb Blast: ફરી એકવાર આતંકીઓએ પોતાનો કેર વર્તાવ્યો છે, સોમાલિયાના કિસમાયુ વિસ્તારમાં આવેલી એક હૉટલમાં બ્લાસ્ટની ખબર સામે આવી છે. કિસમાયુ વિસ્તારમાં આવેલી હૉટલમાં બૉમ્બ બ્લાસ્ટની સાથે સાથે ગોળીબાર થયાના પણ સમાચાર છે, અને આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 47થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યારે આ આખા વિસ્તારને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો છે. સુરક્ષાકર્મીઓએ ઘેરાબંધી કરીને હુમલાખોરોને ઠાર મારી દીધા છે. અલ કાયદા સાથે જોડાયેલા અલ શબાબ આતંકવાદી જૂથે આ હૂમલાની જવાબદારી લીધી છે.


સ્થાનિક મીડિયાએ બતાવ્યુ કે, દક્ષિણી સોમાલી રાજ્ય જુલાલેન્ડના સુરક્ષાદળોએ આની ઘેરબંધી કરીને હુમલાખોરોને ઠાર માર્યા છે.


પોલીસ અનુસાર, જવાબી હુમલામાં બંદૂકધારીઓના મોત થઇ ગયા અને કેટલાક લોકોને બચાવી લેવામા આવ્યા છે. જોકે ઘાયલોને લઇને હજુ સુધી કોઇ અધિકારીક નિવેદનો સામે નથી આવ્યા. પરંતુ કિસમાયો હૉસ્પીટલના એક ડૉક્ટરે એસોસિએટેડ પ્રેસને બતાવ્યુ કે 9 લોકોની લાશો દેખાઇ. જેમાં ચાર સુરક્ષાકર્મીઓ હતો. હુમલામાં ઓછામા ઓછા 47 લોકો ઘાયલ થયા હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે. 


કિસમાયોની હૉટલમાં આતંકીઓના હુમલામાં આઠ ઘાયલ એક આઉટલેટના રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓ એક કારમાં બૉમ્બ ઉડાવીને હૉટલમાં ઘૂસ્યા હતા. ખાસ કરીને અલ શબાબ, જે એક કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન (રશિયામાં પ્રતિબંધિત) છે, તેને હુમલો અને વિસ્ફોટની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠન સોમાલિયાની સરકાર વિરુદ્ધ લડી રહ્યું છે અને હાલમાં જ દેશના દક્ષિણી અને મધ્ય ભાગોમાં મોટા વિસ્તારોને નિયંત્રિત કરી રહ્યાં છે.


Russia Ukraine War: રશિયાનો આરોપ – ડર્ટી બોમ્બ ફેંકી શકે છે યુક્રેન, જાણો કેટલો ખતરનાક છે Radioactive Dirty Bomb
Russia Ukraine Conflict:  આખી દુનિયાની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર ટકેલી છે. આ યુદ્ધને આઠ મહિના થઈ ગયા છે.  દરેક પસાર થતા દિવસ સાથે આ બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. યુદ્ધને રોકવાનો રસ્તો ન તો વાતચીત દ્વારા નીકળી રહ્યો છે અને ન તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ દ્વારા. બંને દેશો એકબીજા પર યુદ્ધ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ક્રમમાં હવે રશિયાએ યુક્રેન પર પોતાની ધરતી પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજનાનો આરોપ લગાવ્યો છે.


રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુએ રવિવારે નાટો દેશો સાથે યુક્રેન યુદ્ધમાં "બગડતી પરિસ્થિતિ" પર ચર્ચા કરી, યુક્રેન પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાનો આરોપ મૂક્યો. જોકે, તેમની પાસે પોતાની વાત સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નહોતા.