શોધખોળ કરો

અમેરિકામાં વ્યસ્ત રસ્તા પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અનેક કાર સાથે ટકરાયું, જુઓ વીડિયો

અમેરિકાના જ્યોર્જિયામાં એક વિમાન વ્યસ્ત રસ્તાની વચ્ચે લેન્ડ થયું હતું. ત્યારબાદ તે અનેક વાહનો સાથે અથડાયું હતું

સોમવારે અમેરિકાના જ્યોર્જિયામાં એક વિમાન વ્યસ્ત રસ્તાની વચ્ચે લેન્ડ થયું હતું. ત્યારબાદ તે અનેક વાહનો સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિમાનમાં એરપોર્ટ સુધી પહોંચવા માટે કોઈ પાવર બચ્યો નહોતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં વિમાન એક વ્યસ્ત રસ્તા પર ઉતરતું અને પછી અનેક વાહનો સાથે અથડાતું દેખાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘણા લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે લેન્ડિંગ પછી વિમાનની જમણી પાંખ એક વાહન સાથે અથડાઈ હતી અને વિમાનનું ફ્યુઅલ ટેન્ક લૂઝ થઈને એક SUVના પાછળના ભાગમાં ઘૂસી ગયું હતું. પ્લેન લેન્ડિંગ બાદ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોને વધુ ટ્રાફિકમાં વિલંબ થવાની જાણ કરાઈ હતી. 

અકસ્માત ક્યારે થયો?

વિમાન ગેન્સવિલે લી ગિલ્મર મેમોરિયલ એરપોર્ટથી કેન્ટનના ચેરોકી કાઉન્ટી રિજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત થયો હતો. પ્રસ્થાન પછી થોડા સમય પછી પાયલટને એન્જિનમાં સમસ્યાનો અનુભવ થયો. ત્યારબાદ તેણે ગેઇન્સવિલે તરફ પાછા ફરવાનું નક્કી કર્યું. આ મામલો હાલમાં તપાસ હેઠળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે સિંગલ-એન્જિન પ્લેનનું બ્રાઉન્સ બ્રિજ રોડ અને પર્લ નિક્સ પાર્કવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે હોકર બીચક્રાફ્ટ BE-36 ઉડાવતા પાયલટે બપોરે 12:10 વાગ્યે એન્જિનમાં ખામીની જાણ કરી હતી.

વિમાનનું શું થયું?

યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, વિમાન ગેઇન્સવિલેના લી ગિલ્મર મેમોરિયલ એરપોર્ટથી રવાના થયું હતું અને કેન્ટનના ચેરોકી કાઉન્ટી રિજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. NTSB એ જણાવ્યું હતું કે વિમાનમાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને હવામાં રહેવા માટે પૂરતી શક્તિનો અભાવ હતો. આના કારણે વિમાનને રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રસ્તો વ્યસ્ત હતો, એટલે કે વાહનો તેના પર આગળ વધી રહ્યા હતા. ઇમરજન્સી લેન્ડિંગ પછી વિમાન ત્રણ વાહનો સાથે અથડાયું હતું.

NTSB એ જણાવ્યું હતું કે, "ટેકઓફ કર્યાના થોડા સમય પછી પાયલટને એન્જિનમાં ખામી હોવાની જાણ થઈ હતી. એટલાન્ટા ન્યૂઝ ફર્સ્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પ્રાપ્ત થયેલા ઓડિયોમાં પાયલટ મદદ માંગી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિમાન વ્યસ્ત રસ્તા પર ઉતરતું અને પછી અનેક વાહનો સાથે અથડાતું દેખાય છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘણા લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
UAEમાં ICSE-ISC બોર્ડની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
UAEમાં ICSE-ISC બોર્ડની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
General Knowledge: દુનિયામાં કેટલા દેશો વેચે છે ક્રૂડ ઓઈલ? જાણો ક્યાં મળે છે સૌથી સસ્તું
General Knowledge: દુનિયામાં કેટલા દેશો વેચે છે ક્રૂડ ઓઈલ? જાણો ક્યાં મળે છે સૌથી સસ્તું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટા, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટા, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
Embed widget