હ્યુસ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા હ્યુસ્ટનમાં ગુજરાતી ફૂડની ધૂમ મચી છે. તેઓ અહીં હાઉડી કાર્યક્રમમાં 50,000 જેટલા ભારતીયોને સંબોધવાના છે. પીએમ મોદીની પસંદગીની મીઠાઈ મોહનથાળની માંગ હાલ ત્યાં વધી ગઈ છે. ગુજરાતી થાળી, સુરતનો સ્પેશિયલ ઢોંસો અને ભાજીપાંવ ભારતીય સમુદાયના પસંદગીના ભોજન છે. મોહનથાળ મીઠાઈને ગુજરાતી ખૂબ પ્રેમથી આરોગે છે. દેશી ઘીમાં બેસનને ધીમા તાપ પર શેક્યા બાદ ડ્રાઈ ફ્રૂટ કે સુકામેવા સાથે બરફી બનાવવામાં આવે છે.


વડાપ્રધાન મોદીને પણ મોહનથાળ ખૂબ પસંદ છે. આજકાલ તેની માંગ ખૂબ વધી ગઈ છે. હ્યુસ્ટનમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટના પ્રોપરાઇટર ચિરાગભાઈ મૂળ ગુજરાતી છે. તેમના કહેવા મુજબ હાલ તેઓ મોહનથાળ મીઠાઈના ઓર્ડરને પહોંચી વળતા નથી.

અમેરિકાના હ્યુસ્ટનમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટના કિચનમાં સ્પેશિયલ દહીંના ગોલગપ્પા પણ બનાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ય ગુજરાતી ફૂટ અને ચાર્ટ આઈટમ્સ માટે જાણીતી છે. ભાવના બેન મિર્ચી મસાલા રેસ્ટોરેંટની સુપવ વીમેન છે. ફૂડ તૈયાર કરવાથી લઈ પીરસવા અને ઓર્ડર લેવાનું કામ તેઓ કરે છે. તેમના કહેવા મુજબ અહીં લોકોને ગોલ ગપ્પા ખૂબ પસંદ છે. દહીં, આંબલીની ચટણી, ધાણાની ચટણી, છોલે, રાજમા, સુરતના સ્પેશિયલ મસાલા ઢોંસા પણ મળે છે.

ઊંચી એડીના સેન્ડલથી પરેશાન થઈ આ હોટ એક્ટ્રેસ, કેમેરાની સામે જ સેન્ડલ ઉતારીને આપ્યા પોઝ,જુઓ તસવીરો

પિઝા-બર્ગરના પેકિંગ પર લખવામાં આવશે કેલરી, FSSAI તૈયારી કરી રહ્યું છે નવો નિયમ, જાણો વિગત

કલાકારો દ્વારા ‘રત્નાકર’ એવોર્ડ પરત કરાયા બાદ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માંગતો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું

મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા