Secret of Airlines Flight Attendant : ફ્લાઇટમાં વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. પરંતુ તેમાંથી મોટાભાગની એર હોસ્ટેસનો અનુભવ થાય છે. પોતાના અનુભવો શેર કરતા એર હોસ્ટેસે કહ્યું છે કે ઘણી વખત તેમને આવી ઘટનાઓમાંથી પસાર થવું પડતું હોય છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. એક એરલાઇન ક્રૂ મેમ્બરે જણાવ્યું કે તેઓ રમતમાં સેક્સ કરતા લોકોને પકડ્યા છે. તેમજ કેટલાક લોકો દાણચોરી કરતા પણ પકડાયા છે.


પ્લેનની એર હોસ્ટેસે તેનો ફ્લાઇટનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે, તેને કેવા પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. ઘણા વર્ષો સુધી એરલાઈન ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર એરહોસ્ટેસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેને વિચિત્ર ઘટનાઓ જોવી પડી છે.


તેણે કહ્યું હતું કે, કોવિડ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાથે હિંસા વધી હતી. જ્યારે માસ્ક પહેરવાનું કહેવામાં આવે ત્યારે મુસાફરો એર હોસ્ટેસ સાથે લડતા હતા. પરંતુ આ બહુ નાની વાત છે. એક ફ્લાઇટ એટેન્ડન્ટે અહેવાલ આપ્યો હતો કે, તેણી અને તેના સાથીદારને સેક્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.


એરહોસ્ટેસે વધુ સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, તેની ફ્લાઇટમાં એક મુસાફરે પ્લેનમાં પોર્ન જોવાનું શરૂ કર્યું અને તેને પોતાના બધા કપડા પણ ઉતારી લીધા હતાં. બાદમાં તેણે પોતાના પર પેશાબ પણ કરી દીધો હતો. અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતા, એરહોસ્ટેસે કહ્યું હતું કે, તેણીએ એક કપલને પાછળની સીટ પર સેક્સ કરતા પકડ્યા હતાં. જ્યારે કપલ સેક્સ કરી રહ્યું હતું ત્યારે પ્લેન ખીચો ખીચ ભરેલું હતું. એરહોસ્ટેસે કહ્યું હતું કે, એ લોકોને આ વાતની સહેજ પણ શરમ નહોતી આવી. 


એરહોસ્ટેસે અન્ય એક કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે, એકવાર એક મહિલા મુસાફરે દલીલ બાદ તેના પર ગરમા ગરમ નૂડલ્સ ફેંકી દીધા હતાં. જેના ગરમ પાણીએ તેના ચહેરા પર ઇજા પહોંચાડી હતી.


અન્ય એક કિસ્સો વર્ણવતા એરહોસ્ટેસે કહ્યું હતું કે, મહિલાના બોયફ્રેન્ડે પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફરિયાદ કર્યા પછી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. એરલાઈને માત્ર તેના પર મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો.