Imran khan Audio Call Leak: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેમનું નામ કથિત રીતે સેક્સ કોલ લીક કૌભાંડમાં આવ્યું છે. લીક થયેલા કોલ રેકોર્ડિંગમાં એક પુરૂષને મહિલા સાથે અશ્લીલ વાત કરતા સાંભળી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ઈમરાન ખાન છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનો એક અજાણી મહિલા સાથેનો કથિત ઓડિયો લીક થતાં સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે.
ઈન્ટરનેટ યુઝર્સ હવે સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના કોલ રેકોર્ડિંગની લિંક માગતા જોવા મળે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનના કથિત કોલ રેકોર્ડિંગે પાકિસ્તાનને આંચકો આપ્યો છે.
કેટલાક પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ અનુસાર, વાયરલ થઈ રહેલો ઓડિયો પાકિસ્તાનના PMની ઓફિસનો જ છે. ઘણા પાકિસ્તાની પત્રકારોનું પણ કહેવું છે કે, ઈમરાન ખાન એક મહિલા સાથે અશ્લીલ વાતચીત કરતા પણ પકડાયા હતા.
પત્રકાર નૈલા ઇનાયતે કર્યો કટાક્ષઃ
પાકિસ્તાનની મહિલા પત્રકાર નૈલા ઇનાયતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, કથિત સેક્સ કોલ લીકમાં ઈમરાન ખાન હવે ઈમરાન હાશ્મી બની ગયા છે. વાસ્તવમાં, જે કોલ રેકોર્ડિંગ લીક થયું છે, તેમાં ઇમરાન ખાનનો અવાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ રેકોર્ડિંગ સૌથી પહેલા સૈયદ અલી હૈદર નામના પાકિસ્તાની પત્રકારની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યું હતું.
તે જ સમયે, નિવૃત્ત ભારતીય સંરક્ષણ વિશ્લેષક મેજર ગૌરવ આર્યએ પણ આ વિશે કટાક્ષ કર્યો હતો. પોતાના ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું કે, "પાકિસ્તાનના કોઈએ મને સૈયદ અલી હૈદર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પરથી એક વીડિયો મોકલ્યો હતો, જેને એક પાકિસ્તાની પત્રકાર ચલાવે છે. કહેવાય છે કે આ ઓડિયો ક્લિપ ઈમરાન ખાનની છે, જેની સાથે 2 મહિલાઓ હતી."