નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોના વાયરસે કહેર મચાવવાનો શરૂ કરી દીધો છે, સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, અને સાથે સાથે મૃત્યુઆંક પણ વધી છે. છેલ્લા પાંચ દિવસના મોતના આંકડા એકદમ ચોંકાવનારા આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ દિવસમાં 8 હજારથી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
અમેરિકામાં કોરોના યમરાજ બનીને ઉતર્યો છે. રિપોર્ટ પ્રમાણે હાલની સ્થિતિ જોઇએ તો અમેરિકામાં 4 લાખ 34 હજાર 927 લોકો સંક્રમિત છે, આમાંથી 31 હજાર 935 નવા કેસો સામે આવ્યા છે. વળી 14 હજારથી વધુ લોકો આ વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
છેલ્લા પાંચ દિવસના મોતના આંકડા....
3 એપ્રિલ સુધી કોરોનાથી અમેરિકામાં 6075 લોકોના મોત થયા હતી, અને આજે 9 એપ્રિલની સ્થિતિ જોઇએ તો યુએસમાં મોતનો આંકડો 14 હજાર 788 પર પહોંચી ગયો છે.
આ રીતે જોઇએ તો છેલ્લા પાંચ દિવસમાં અમેરિકામાં 8000થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, પાંચ દિવસમાં અમેરિકામાં 8713 લોકો આ જીવલેણ વાયરસથી દમ તોડી ચૂક્યા છે.
અમેરિકામાં કોરોના યમરાજ બન્યો, છેલ્લા પાંચ દિવસમાં 8000થી વધુ લોકો મોતને ભેટ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2020 09:54 AM (IST)
અમેરિકામાં કોરોના યમરાજ બનીને ઉતર્યો છે. રિપોર્ટ પ્રમાણે હાલની સ્થિતિ જોઇએ તો અમેરિકામાં 4 લાખ 34 હજાર 927 લોકો સંક્રમિત છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -