માર્કો રૂબિયો 23 મે થી 26 મે સુધી ભારતના પ્રવાસે રહેશે. તેઓ નવી દિલ્હી, કોલકાતા, આગ્રા અને જયપુરની મુલાકાત લેશે.
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત
માર્કો રૂબિયોએ ભારત સાથેના મજબૂત સંબંધોની વાત કરતા કહ્યું, “અમે ભારત સાથે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પ્રવાસ છે અને મને ખુશી છે કે અમે આ મુલાકાત કરી રહ્યા છીએ, કારણ કે ચર્ચા કરવા માટે અનેક મુદ્દા છે.”

ભારત પ્રવાસ પહેલા અમેરિકાના વિદેશમંત્રી એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા ભારતને જેટલી ઊર્જા (એનર્જી) જોઈએ તેટલી વેચવા માટે તૈયાર છે. મિયામીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રૂબિયોએ ભારતને એક શ્રેષ્ઠ ભાગીદાર અને સહયોગી ગણાવ્યો હતો. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, રૂબિયોએ જણાવ્યું કે તેમનો ભારત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે, આ દરમિયાન તેઓ Quad દેશોના મંત્રીઓ સાથે બેઠક કરશે.
Quad દેશોની બેઠક મહત્વપૂર્ણ
માર્કો રૂબિયોએ ભારત સાથેના મજબૂત સંબંધોની વાત કરતા કહ્યું, “અમે ભારત સાથે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પ્રવાસ છે અને મને ખુશી છે કે અમે આ મુલાકાત કરી રહ્યા છીએ, કારણ કે ચર્ચા કરવા માટે અનેક મુદ્દા છે.” તેમણે વધુમાં કહ્યું કે Quad દેશોના નેતાઓ સાથેની બેઠક પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી તરીકે તેમની પહેલી બેઠક પણ Quad સાથે જ થઈ હતી અને હવે આ બેઠક ભારત ખાતે યોજાઈ રહી છે.
વેનેઝુએલાના તેલ મુદ્દે પણ ચર્ચા
રૂબિયોએ જણાવ્યું કે, વેનેઝુએલાની આંતરિમ રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ પણ આગામી અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહી છે. તેઓ ભારતને તેલ વેચવાના મુદ્દે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ એ ફેબ્રુઆરીમાં પ્રથમ વખત ભારત દ્વારા વેનેઝુએલાથી તેલ ખરીદવાના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તે જ સમયે અમેરિકા અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત પણ થઈ હતી, જેમાં ભારતીય આયાત પરના ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના 10 રાજ્યોની કુલ 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ કરી જાહેર
23 થી 26 મે સુધી ભારત પ્રવાસ
માર્કો રૂબિયો 23 મે થી 26 મે સુધી ભારત પ્રવાસે રહેશે. આ ચાર દિવસ દરમિયાન તેઓ નવી દિલ્હી, કોલકાતા, આગ્રા અને જયપુરની મુલાકાત લેશે.ખાસ વાત એ છે કે લગભગ 14 વર્ષ પછી કોઈ અમેરિકી વિદેશમંત્રી કોલકાતાની મુલાકાત લેશે. આ પહેલા વર્ષ 2012માં તત્કાલીન વિદેશમંત્રી એ કોલકાતાની મુલાકાત લીધી હતી.
26 મેના રોજ Quad બેઠક
પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 26 મેના રોજ Quad દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા કરશે.બેઠકમાં માર્કો રૂબિયો ઉપરાંત ઓસ્ટ્રેલિયાની વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
Frequently Asked Questions
માર્કો રૂબિયો કઈ તારીખથી કઈ તારીખ સુધી ભારતમાં રહેશે?





















