નવી દિલ્હીઃ યૂક્રેન પર રશિયાએ તાબડતોડ હુમલો કરી દીધો છે, આ કારણે દુનિયાભરમાં ચિંતા વધી ગઇ છે. આ બધાની વચ્ચે અમેરિકાએ એક્શન લેવુ શરૂ કરી દીધુ છે. અમેરિકાએ પોતાના વધારાના 7 હજાર સૈનિકોને જર્મની મોકલવાનો ફેંસલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડેને (Joe Biden) નાટોના સહયોગી જર્મની (Germany)માં વધારાના 7,000 સૈનિકો (US Additional Troops)ના તૈનાતીનો આદેશ આપ્યો છે. 


અમેરિકન રાષ્ટ્રપતિનો આ ફેંસલો એવા સમયે આવ્યો છે, જ્યારે યૂક્રેનના અલગ અલગ વિસ્તારોની સ્વતંત્રતાની માન્યતા આપ્યા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. રશિયા તરફથી યૂક્રેન પર કરવામા આવી રહેલા હુમલાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને લઇને પણ ખતરો પેદા થઇ ગયો છે. 


અમેરિકાએ જર્મની મોકલ્યા 7000 વધારાના સૈનિકો- 
અમેરિકાના રાષ્ટ્રપિત જૉ બાયડેને વ્હાઇટ હાઉસ (White House) માં ટિપ્પણીમાં કહ્યું કે હવે હું નાટો (NATO)ની પ્રતિક્રિયાના ભાગ રૂપે જર્મનીમાં તૈનાત કરવા માટે એતિરિક્ત અમેરિકન સૈન્ય બળ (US Additional Troops) ક્ષમતાઓને અધિકૃત કરી રહ્યો છું. બાઇડેને કહ્યું કે, આમાં કેટલાક અમેરિકન આધારિત બળ સામેલ છે, જેને રક્ષા વિભાગે સ્ટેન્ડબાય રાખ્યા હતા. આ પહેલા ગુરુવારે નાટોના મહાસચિવ જેન્સ સ્ટૉલટેનબર્ગે (Jens Stoltenberg) એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ગઠબંધને અમેરિકન યૂરોપીય કમાનના નેતૃત્વ કરનારા જનરલ ટૉડ વૉલ્ટર્સના અનુરોધ પર પોતાની રક્ષા યોજનાઓને એક્ટિવ કરી છે. 


પરમાણુ હથિયારને લઇને ધમકીઓ -
આ યુદ્ધને લઇને નાટોમાં સામેલ ફ્રાન્સે રશિયાને મોટી ધમકી આપી દીધી છે. આ બધાની વચ્ચે ફ્રાન્સે રશિયાને કડક શબ્દોમાં ચેતાવણી આપી છે, ફ્રાન્સના (France) વિદેશ મંત્રી જ્યાં યવેસે લે ડ્રિયને (Jean Yves Le Drian) ગુરુવારે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે પરમાણુ હથિયારો (Nuclear Weapons)નો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યાં છે, તો તેમને એ પણ ના ભૂલવુ જોઇએ કે નાટો દેશો પાસે પણ પરમાણુ હથિયાર છે. 


નાટોની પાસે પણ પરમાણુ હથિયાર-
ફ્રાન્સના વિદેશ મંત્રીએ જ્યાં યવેસ લે ડ્રિયને (Jean Yves Le Drian) દેશની ટેલિવિઝન ટીએફ-1 પર પુતિનના પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને એક સવાલના જવાબમાં કહ્યું કે- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ એ સમજવુ જોઇએ કે એટલાન્ટિંક ગઠબંધન (NATO) એક પરમાણુ ગઠબંધન છે. ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યૂક્રેન (Ukraine) પર સૈન્ય કાર્યવાહીના આદેશના આદેશ બાદ ગુરુવારે રશિયન સૈનિકોએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સૈનિકોની સાથે સાથે કેટલાક લોકોને નુકસાન થવાની ખબર છે. રશિયન નાટોના વિસ્તારની યોજનાનો વિરોધ કરી રહ્યું છે, તે નથી ઇચ્છતુ કે યૂક્રેન નાટોમાં સામેલ થાય. વળી, અમેરિકા સહિત કેટલાય દેશોએ રશિયાના આ પ્રસ્તાવને માનવાના ના પાડી દીધી છે અને આ વાતને લઇને છેલ્લા કેટલાય મહિનાઓથી તણાવ વધ્યો છે.