Washington flight crash: વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) નજીક એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન હવામાં જ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું હતું. એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 60 મુસાફરો સવાર હતા. આ પ્લેન દુર્ઘટમાં 19 લોકોના મોત થયા છે. પીએસએ એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.
અકસ્માત બાદ વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દા પર યુએસ સેનેટર ટેડ ક્રુઝે ટ્વિટ કર્યું કે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, મૃત્યુઆંકની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટી થઈ નથી.
આ ઘટના પર અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં શું કહ્યું?
અમેરિકન એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે આ બાબતથી વાકેફ છીએ, જેમાં માહિતી સામે આવી છે કે PSA દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 ક્રેશ થઈ ગઈ છે. આ વિશે વધુ માહિતી બાદમાં આપવામાં આવશે.
હાલમાં પરિસ્થિતિ શું છે?
ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ સમય દરમિયાન નદીમાં પડી ગયેલા વિમાનના કાટમાળની શોધ કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના પાછળનું મુખ્ય કારણ જાણવા માટે વિમાન અને હેલિકોપ્ટરના બ્લેક બોક્સની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અમેરિકન એરલાઇન્સ અને લશ્કરી અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ ગઈ છે.
દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના
યુએસ પ્લેન ક્રેશ પહેલા ડિસેમ્બર મહિનામાં દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં ફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા હતા. ક્રેશ થયેલ જેજુ એર બોઇંગ 737-800 બેંગકોકથી દક્ષિણ કોરિયા આવી રહ્યું હતું. વિમાનમાં મોટાભાગના લોકો ક્રિસમસની રજાઓ માણવા જઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર