કર્ણાટકની રશ્મિ સામંત ઓક્સફ્રોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની પ્રમુખ તરીકે ચૂંટાઇ છે. ભારતીય યુવતી રશ્મિ સામંતે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટમાં આ પદ હાંસિલ કર્યું છે. રશ્મિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પૂર્વ વિદ્યાર્થિની છે.
ઓકસફોર્ડ યુનિવર્સિટીની આફિશ્યલ વેબસાઇટ મુજબ રશ્મિ સામંતને આ પદ માટે અન્ય ત્રણ પ્રતિસ્પર્ધીઓથી વધુ મત મળ્યા છે. સંઘના અધ્યક્ષ પદ માટે નાખવામાં આવેલા 3,708 મતમાંથી 1,699 મત મેળવ્યાં છે. જે બધા જ ઉમેદવાર કરતા વધુ છે.
રશ્મિ સામંત ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં લિનકેર કોલેજમાં એનર્જી સિસ્ટમમાં એમએસસીની વિદ્યાર્થિની છે. ચાર મુખ્ય પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને તે ચૂંટણી લડી અને તેમને સારી સફળતા પ્રાપ્ત કરી.
ઇલેકશન મેનિફેસ્ટોમા રશ્મિએ યુનિવર્સિટી અને કોલેજ કોન્ફ્ર્રરન્સમાં સામ્રજ્યવાદી પ્રતિમા હટાવવાની પેરવી કરતી રહી હતી.
રશ્મિના પિતા દિનેશ સામંત બિઝનેસમેન છે. જ્યારે મા વત્સલા હોમમેકર છે. રશ્મિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (2016-2020 બેચ)ની વિદ્યાર્થિની હતી. તે મણિપાલમાં સ્ટૂડન્ટ કાઉન્સિલની સચિવ હતી.
ઓક્સફોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની અધ્યક્ષ બનનાર ભારતીય યુવતી રશ્મિ કોણ છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 04:58 PM (IST)
કર્ણાટકની રશ્મિ સામંત ઓક્સફ્રોર્ડ સ્ટૂડન્ટ યુનિયનની પ્રમુખ તરીકે ચૂંટાઇ છે. ભારતીય યુવતી રશ્મિ સામંતે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટમાં આ પદ હાંસિલ કર્યું છે. રશ્મિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની પૂર્વ વિદ્યાર્થિની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -