US-Iran War:અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત માટેના પ્રયાસો તેજ થઈ રહ્યા છે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (16 એપ્રિલ) દાવો કર્યો હતો કે ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને સોંપવા માટે સંમત થયું છે. તેમણે કહ્યું કે છ અઠવાડિયાના સંઘર્ષ પછી, બંને પક્ષો શાંતિ કરારની ખૂબ નજીક છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા રિચ  યુરેનિયમનો ઉલ્લેખ કરતા કહ્યું, "તેઓ અમને 'ન્યુક્લિયર ડસ્ટ ' પરત કરવા સંમત થયા છે, જેનો ઉપયોગ  તેહરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે કરી શકે છે. ટ્રમ્પે કહ્યું, "તેઓ લગભગ દરેક બાબતમાં સંમત થયા છે. હવે તેમને વાટાઘાટો માટે બેસવું પડશે.

ટ્રમ્પે ઈરાન સાથેના સોદા અંગે શું કહ્યું?

Continues below advertisement
Continues below advertisement

ટ્રમ્પે ઈરાન સાથેના સોદા અંગે પણ સકારાત્મક સંકેતો આપ્યા. તેમણે વધુમાં કહ્યું કે, કરાર પર પહોંચવાની ખૂબ જ સારી તક છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઈરાન સાથે કોઈ સોદો થાય છે અને ઈસ્લામાબાદમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો તેઓ પાકિસ્તાનની પણ મુલાકાત લઈ શકે છે.

ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઈરાન તે શરતો સાથે સંમત થઈ ગયું છે જેનો તે લાંબા સમયથી વિરોધ કરી રહ્યો છે, જેમાં પરમાણુ શસ્ત્રો વિકસાવવાના તેના ધ્યેયને છોડી દેવા અને પરમાણુ સામગ્રી સોંપવાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટનું  ઓપનિંગ  શામેલ હશે. જોકે, અત્યાર સુધી ઈરાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.

‘સીઝફાયર વધારવાની આશા નથી’

Donald Trumpએ કહ્યું કે, ઈરાન સાથેના બે અઠવાડિયાના સીઝફાયરને આગળ વધારવાની કદાચ જરૂર નહીં પડે. તેમણે દાવો કર્યો કે, જલ્દી જ તેનો ઉકેલ આવી જશે. આગળ તેમણે ઉમેર્યું કે, જો જરૂર પડશે તો તે તેને વધારી દેશે. ટ્રમ્પે કહ્યું, “તેઓ લગભગ દરેક બાબતમાં સહમત થઈ ગયા છે. હવે ફક્ત તેમને ટેબલ પર આવીને (સમજૂતી પર) સહી કરવાની જરૂર છે.”

ઇઝરાઇલ-લેબનાન વચ્ચે 10 દિવસનો સીઝફાયર

ગુરુવારે ટ્રમ્પે જાહેરાત કરી કે Israel અને Lebanon 10 દિવસના યુદ્ધવિરામ પર સહમત થયા છે. આ નિર્ણય પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સીઝફાયર ન્યૂયોર્ક સમય મુજબ સાંજે 5 વાગ્યાથી અમલમાં આવશે.તેમણે ઉપપ્રમુખ JD Vance, વિદેશ પ્રધાન Marco Rubio અને જ્વોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના અધ્યક્ષ Dan Caineને “સ્થાયી શાંતિ માટે ઇઝરાઇલ અને લેબનાન સાથે મળીને કામ કરવા”ના નિર્દેશ આપ્યા.