Baba Vanga 2025 predictions: વિશ્વના જાણીતા રહસ્યમય પયગંબરો બાબા વાંગા અને નોસ્ટ્રાડેમસે 2025 વિશે કેટલીક ભયાનક આગાહીઓ કરી છે, જે આજે પણ ચર્ચાનો વિષય છે. આ આગાહીઓમાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત, આર્થિક કટોકટી, કુદરતી આફતો, અને પુતિનની સત્તાનો અંત જેવી ઘટનાઓનો ઉલ્લેખ છે. જોકે, તેમની એક આગાહીમાં કેન્સરની રસીના આગમન વિશે પણ વાત કરવામાં આવી છે, જે એકમાત્ર સકારાત્મક સમાચાર છે. શું તેમની આ આગાહીઓ સાચી પડશે?
બાબા વાંગાની 2025ની ભયાનક આગાહીઓ
બાબા વાંગા, જેમની ઘણી ભૂતકાળની આગાહીઓ સાચી પડી છે, તેમણે 2025ને વિશ્વ માટે સંકટપૂર્ણ વર્ષ ગણાવ્યું છે. તેમની આગાહીઓ નીચે મુજબ છે:
- ત્રીજું વિશ્વયુદ્ધ: બાબા વાંગાએ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે ભયાનક ભવિષ્યવાણી કરી છે. તેમના મતે, સીરિયામાં બશર અલ-અસદની સત્તા ઉથલાવી દીધા બાદ પશ્ચિમ અને પૂર્વની શક્તિઓ વચ્ચે મોટો સંઘર્ષ શરૂ થશે, જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે. નોસ્ટ્રાડેમસે પણ 181 રહસ્યમય શ્લોકોમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકા અને રશિયા-ચીન જોડાણ વચ્ચેના નૌકા યુદ્ધની વાત કરી છે.
- સાયબર યુદ્ધ અને જૈવિક હથિયારોનો ઉપયોગ: 2025ને સાયબર યુદ્ધનું વર્ષ ગણાવતા બાબા વાંગાએ કહ્યું છે કે પાવર ગ્રીડ, ઊર્જા પ્લાન્ટ અને સંરક્ષણ પ્રણાલીઓ પર મોટા પાયે સાયબર હુમલા થશે. આ ઉપરાંત, તેમણે સૌથી ખતરનાક જૈવિક શસ્ત્રના સક્રિયકરણની પણ ચેતવણી આપી છે, જે માનવ, છોડ અને દરિયાઈ જીવોને નષ્ટ કરશે.
- ક્લાઇમેટ ચેન્જ અને કુદરતી આફતો: બાબા વાંગા અને નોસ્ટ્રાડેમસ બંનેએ 2025માં ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી આફતો ચરમસીમાએ પહોંચવાની ચેતવણી આપી છે. યુરોપ, એશિયા અને અમેરિકાના ઘણા ભાગોમાં ભયંકર દુષ્કાળ, પૂર અને તાપમાનમાં અસામાન્ય વધારો થશે, જેના કારણે વસ્તીમાં ઘટાડો થવાની શક્યતા છે.
- પુતિન પર હુમલો અને સત્તાનો અંત: બાબા વાંગાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક સનસનાટીભરી ભવિષ્યવાણી કરી છે. તેમના કહેવા મુજબ, 2025માં પુતિન પર એક રશિયન નાગરિક દ્વારા હુમલો કરવામાં આવશે, જેના કારણે તેમની સત્તાનો અંત આવશે.
એકમાત્ર સકારાત્મક આગાહી: કેન્સરની રસી
આ બધી ભયાનક આગાહીઓ વચ્ચે, બાબા વાંગાએ એક સકારાત્મક વાત પણ કરી છે. તેમણે 2025માં કેન્સરની રસીના આગમનની આગાહી કરી છે. હાલમાં, રશિયાએ દાવો કર્યો છે કે તેણે એક એવી રસી વિકસાવી છે જે તમામ પ્રકારના કેન્સરના ટ્યુમરને ખતમ કરી શકે છે, જે આ આગાહી સાથે સુસંગત લાગે છે.
ભવિષ્યની અન્ય આગાહીઓ
- યુરોપમાં મુસ્લિમ શાસન: બાબા વાંગાના મતે, 2043 સુધીમાં સમગ્ર યુરોપમાં મુસ્લિમ શાસન સ્થપાશે. 2025માં જ ઘણા દેશોમાં સત્તા પરિવર્તન અને બળવા થશે, જે આ મોટા પરિવર્તનનો પાયો નાખશે.
- ચીનનું નૌકા યુદ્ધ: નોસ્ટ્રાડેમસે પણ 2025માં ચીન દ્વારા મોટા નૌકા યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે, ચીન તાઈવાન અથવા યુએસના યુદ્ધ જહાજોને નિશાન બનાવી શકે છે, જેનાથી મોટા મહાસાગરમાં ભય ફેલાશે.