Bangladesh Dhaka Explosion: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે સાંજે થયેલા વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટ ઢાકાના ગુલિસ્તાન વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં થયો હતો. આ વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 


જે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો તે 7 માળની છે. બ્લાસ્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો. બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે મૃતકોની સંખ્યા વધી શકે છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વિસ્ફોટ મંગળવારે સાંજે 4:50 કલાકે થયો હતો. બ્લાસ્ટ બાદ ફાયરની પાંચ ગાડીઓને કામે લગાડવામાં આવી છે. 


પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ઈમારતમાં વિસ્ફોટના કારણે રોડ કિનારે ઉભી રહેલી બસને પણ નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટથી રોડની સામેની બાજુએ પાર્ક કરેલી બસને પણ નુકસાન થયું છે. 


મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે બચાવ અને સુરક્ષા કામગીરી ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ મંગળવારે ઢાકાના ભીડવાળા બજાર વિસ્તારમાં થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે.


પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની સારવાર ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, જે બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો હતો તેના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘણા સ્ટોર્સ છે અને તેની બાજુમાં BRAC બેંકની શાખા છે. વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 45 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


Valsad: વલસાડના પેટ્રોકેમિકલ કંપનીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, 3 લોકોના મોત


વલસાડમાં સરીગામ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે. મોડી રાત્રે વેન પેટ્રોકેમ & ફાર્મા કંપનીમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગ વિકરાળ બની ગઇ હતી. જો કે બાદમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.  જ્યારે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે સામે આવ્યું નથી.