BBC Controversial Documentary: PM મોદી પર BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીને લઈને રશિયાના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ભારત વિરુદ્ધ ‘ઇન્ફોર્મેશન વૉર’ ચલાવી રહ્યું છે. આ સાથે રશિયન પ્રવક્તાએ બીબીસી ડોક્યુમેન્ટરીની પણ ટીકા કરી હતી.


રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું


રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ મોસ્કોમાં એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે આ (પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી) એ વાતનો બીજો પુરાવો છે કે BBC વિવિધ મોરચે ‘ઇન્ફોર્મેશન વૉર’ ચલાવી રહ્યું છે. આ લડાઇ માત્ર રશિયા સામે જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિને અનુસરતા સત્તાના અન્ય વૈશ્વિક કેન્દ્રો સામે પણ ચલાવવામાં આવી રહી છે.


મારિયાએ કહ્યું હતું કે થોડા વર્ષો પછી એવું બનશે કે બીબીસી પણ બ્રિટિશ સ્થાપનાની અંદર કેટલાક જૂથોના હિતોના સાધન તરીકે અન્યો સામે લડતી જોવા મળશે આપણે તેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે.


2002ના ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરી


નોંધનીય છે કે બ્રિટિશ ન્યૂઝ કંપની BBC એ 2 ભાગોમાં શ્રેણી પ્રસારિત કરી હતી જેમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળની ટીકા કરવામાં આવી હતી. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, તે યુકેમાં દર્શાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરી અંગે ભારતનું સ્ટેન્ડ એ છે કે આ એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી છે જે પક્ષપાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બદનક્ષીથી ભરેલી છે, જેને સત્ય સાથે કાંઇ લેવાદેવા નથી


લંડનમાં બીબીસી હેડક્વાર્ટરની બહાર દેખાવો


બીબીસી ડોક્યુમેન્ટરીનો ભારતીય લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની BBCની ડોક્યુમેન્ટરીનો વિરોધ કર્યો હતો. તેઓએ બીબીસી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ.


Pakistan Crisis: આ આતંકવાદી સંગઠન ટૂંક સમયમાં જ પાકિસ્તાન પર કબજો કરી લેશે, ઓડિયો જાહેર કરી જણાવ્યું કારણ


Tehreek-e-Taliban claims to capture Pakistan soon: આતંકવાદ પાકિસ્તાન માટે નવો શબ્દ નથી. બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જો કે, હવે ચિત્ર ઘણા અંશે બદલાઈ ગયું છે. અગાઉ જ્યાં પાકિસ્તાન આ આતંકવાદીઓને ભારત વિરુદ્ધ તૈયાર કરીને હુમલો કરવા માટે મેળવતું હતું. હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાન માટે ખતરો બની રહ્યા છે.


આવા જ એક આતંકવાદી સંગઠન વિશે વાત કરીશું, જે આજે પાકિસ્તાન માટે ભસ્માસુર બની ગયું છે. તેણે પાકિસ્તાનમાં અનેક હુમલા કરીને સેંકડો લોકોને માર્યા છે અને હવે તે પાકિસ્તાનને કબજે કરવાની તૈયારી કરી રહ્યો છે.


ટીટીપીએ ઓડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે


અમે જે આતંકવાદી સંગઠનની વાત કરી રહ્યા છીએ તેનું નામ તહરીક-એ-તાલિબાન (TTP) છે. આ સંસ્થાએ તાજેતરમાં એક ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો મેસેજમાં તહરીક-એ-તાલિબાનના અગ્રણી નેતા શેખ અબ્દુલ્લા અખુનઝાદા ટૂંક સમયમાં અફઘાનિસ્તાન સિવાય પાકિસ્તાન અને તુર્કીને કબજે કરવાની અને આ સ્થળો પર તાલિબાન શાસન સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. વધુમાં, અબ્દુલ્લા અખુનઝાદા કહી રહ્યા છે કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે, પરંતુ અહીંનું બંધારણ બ્રિટિશ કાયદા અનુસાર છે. તેઓ તેને કબજે કરીને અહીં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે