અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સીઢીઓ પરથી સ્લિપ થતાં અને ગબડી પડતાં જોવા મળે છે. બાઇડન પ્લેનની સીઢિઓ ચઢતાં એક વાર નહીં પરંતુ ત્રણ વખત સીઢી પરથી સ્લિપ થયાં. જો કે આ દરમિયાન તેમને કોઇ ઇજા ન હતી પહોંચી અને તે ઉભા થઇને સુરક્ષિત પ્લેનમાં પહોંચી ગયા હતા.



જો બાઇડન શુક્રવારે એશિયાઇ અમેરિકા સમુદાયના નેતાઓ સાથે મુલાકાત માટે એન્ટલાન્ટાના પ્રવાસે જઇ રહ્યાં હતા. અબોર્ડ એરફોર્સ વનમાં ચઢતી વખતે તેનો પગ સ્લિપ થયો. પગ સ્લિપ થતાં તેમનું સંતુલન બગડ્યું. જો કે જાતને સંભાળતાં તેમણે ફટાફટ ઉભા થઇને આગળ વધવાની કોશિશ કરી. જો કે ફરી તેનું સંતુલન બગડ્યું અને તે ફરી ગબડી પડ્યાં ત્યારબાદ ફરી તે સ્વસ્થ થઇને ચાલવાની કોશિશ કરી પરંતુ ફરી આજ રીતે સંતુલન ડિસ્ટર્બ થતાં તે પડી ગયા આખરે ત્રણ વાર ગબડી પડ્યાં બાદ તેઓ સ્વસ્થ થઇને આગળ વધ્યા અને પ્લેનમાં પ્રવેશ કર્યો. ત્રણ વખત ગબડી પડ્યાં હોવા છતાં પણ સદભાગ્યે તેમને કોઇ ઇજા ન હતી પહોંચી.



જો બાઇડનનો પગ સ્લિપ થતાં તેમનું સંતુલન બગડતાં તેમણે આખરે રેલિંગનો સહારો લીધો હતો અને પ્લેનમાં પ્રવેશ કરી ગયા હતા અને સેલ્યૂટ કરીને અંદર બેસી ગયા. ઘટના બાદ વ્હાઇટહાઉસના પ્રેસ સેકરેટરી કરિન જીન પિયરે  મીડિયાને કહ્યું કે, રાષ્ટ્રપતિ સંપૂર્ણ સ્વસ્થ છે અને તમને કોઇ ઇજા ન હતી પહોંચી.



કરિને જણાવ્યું કે, પ્લેનની સીઢીએ ચઢતી વખતે બાઇડનનો પગ સ્પેપની કોર્નર સાથે અથડાતાં તેમનું સંતુલન બગડ્યું હતું અને તેના કારણે જ તેઓ ગબડી પડ્યાં હતા. આ સિવાય તેમને બીજું કંઇજ નથી થયું અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. કેરિન જિને આ ઘટના માટે તેજ હવાને પણ જવાબદાર ગણાવી છે. કેરિન કહ્યું કે, એરપોર્ટ પર ખૂબ તેજ હવા હતી. તેના કારણે પણ આવું બન્યું હોય. ગત વર્ષ નવેમ્બરમાં જો બાઇડને હેરલાઇન ફેકચર થયું હતું.. તેઓ ડોગ સાથે રમતા પડી જતાં પગમાં હેરલાઇન ફેકચર થયું હતું.