Health News: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વધુ એકવાર મોટી ચેતાવણી આપી છે. જો તમે પણ ડાયટ કૉક, આઈસ્ક્રીમ અને ચ્યૂઈંગ ગમના વ્યસની છો તો હવે આ વસ્તુઓથી તમારે દૂર રહેવાનો સમય આવી ગયો છે, કારણ કે એક રિસર્ચમાં તેના વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વસ્તુઓનું સેવન કરવાથી કેન્સર જેવી ખતરનાક બિમારીનો ખતરો રહે છે. હકીકતમાં કૃત્રિમ સ્વીટનર 'એસ્પાર્ટમ' મીઠાશ માટે તમામ સૉફ્ટ ડ્રિંક્સ અને ચ્યૂઇંગમમાં ઉમેરવામાં આવે છે. એસ્પાર્ટેમ જ એવી વસ્તુ છે જે શરીરમાં કેન્સરનું કારણ બની શકે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આ રિસર્ચ અનુસાર, એસ્પાર્ટમ એક કાર્સિનૉજેન છે, જેનો અર્થ છે કે તે શરીરમાં કેન્સરના કોષોને ટ્રિગર કરી શકે છે. જો તમે એવી કોઈ વસ્તુનું સેવન કરી રહ્યા છો જેમાં એસ્પાર્ટમ છે, તો તેનો મતબલ છે કે તમે તમારી જાતને કેન્સર જેવા જીવલેણ રોગને આમંત્રણ આપી રહ્યા છો. ડાયેટ કૉક, ડાયેટ સોડા અને ચ્યૂઇંગમમાં એસ્પાર્ટમનો બહોળો ઉપયોગ થાય છે. એસ્પાર્ટમ એ એક પ્રકારનું કૃત્રિમ સ્વીટનર છે, જેનો ઉપયોગ મીઠાશ લાવવા માટે થાય છે.


અસ્પાર્ટેમમાં 200 ગણી વધુ મીઠાસ  - 
'ઈન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઓન કેન્સર' (IARC) કહે છે કે તમે એસ્પાર્ટમથી ભરપૂર વસ્તુઓનું સેવન કેટલી માત્રામાં કરો છો, તેનાથી કંઇ જ ફરક પડતો નથી. જો તમે આ કૃત્રિમ સ્વીટનરનું ઓછી માત્રામાં પણ સેવન કરો છો, તો તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. એસ્પાર્ટમ સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે, તમે એ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે એસ્પાર્ટમમાં દાણાદાર ખાંડ કરતાં 200 ગણી વધુ મીઠાશ છે.


આ લોકોને કેન્સરનું રિસ્ક વધુ - 
IARC 14મી જુલાઈએ તેને ઓફિશિયલી કાર્સિનોજન જાહેર કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફ્રાન્સમાં એક લાખથી વધુ લોકો પર એસ્પાર્ટમના પ્રભાવને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમને કેન્સરનું જોખમ વધારે હોય છે.


Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટરો કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial