WHO Accuses China: દુનિયામાં કૉવિડે વર્ષ 2020માં એન્ટ્રી મારી હતી, આ ઘાતક કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વૂહાન શહેરમાં સામે આવ્યો હતો. 3 વર્ષ બાદ હવે ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) ચીની અધિકારીઓને વૈજ્ઞાનિક અનુસંધાન રોકવા માટે ઠપકો આપ્યો છે. જેનાથી કોરોના વાયરસના પેદા થવા વિશે જાણકારી મળી શકતી હતી. 


ચીન પર કૉવિડ ડેટામાં ફેરપાર કરવાનો આરોપ લાગતો રહ્યો છે. દુનિયાભરના દેશો તરફથી ચીનને સતત ખરી ખોટી સંભળાવાઇ રહી છે. મોટાભાગના દેશો કૉવિડ વાયરસ માટે ચીનને જ દોષી ઠેરવે છે. ચીને કૉવિડની સૌથી પહેલા જાણકારી 31 ડિસેમ્બર 2019એ આપી હતી. 


ડેટાનો ખુલાસો ના કરવાના કારણો વિશે પુછ્યુ  -
WHOએ શુક્રવારે (17 માર્ચે) ચીની અધિકારીઓ પાસે ત્રણ વર્ષ પહેલા ડેટાનો ખુલાસો ના કરવાના કારણો વિશે પુછવામાં આવ્યુ હતુ. આ પહેલા ડેટા ઇન્ટરનેટ સ્પેસમાંથી ગાયબ થઇ જતો હતો. વાયરસ વિશેષજ્ઞોની એક આંતરરાષ્ટ્રીય ટીમે ડેટાને ડાઉનલૉડ કર્યો અને શોધના વિશ્લેષણ કરવાનુ શરૂ કરી દીધુ. ડેટાનું વિશ્લેષણથી જાણવા મળ્યુ કે મહામારી ગેરકાયદેસર રેકૂન કુતરાઓથી શરૂ થઇ હતી. જેને ચીનના વૂહાન હુઆનાન સીફૂડ હૉલેસેલ માર્કેટમાં માણસોને સંક્રમિત કર્યા. 


ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ અનુસાર, જ્યારે વિષેણજ્ઞોએ પોતાના ચીની સમકક્ષોની સાથે વિશ્લેષણ પર સહયોગ કરવાની રજૂઆત કરી તો ટીમ અંતિમ પરિણામ સુધી ના પહોંચી શકી, કેમ કે વૈજ્ઞાનિક ડેટાબેઝથી જીન અનુક્રમ ડેટાને હટાવી દેવામાં આવ્યો હતો.


 


Corona : કોરોના ક્યાંથી ઉદભવ્યો તેનું રહસ્ય આવશે દુનિયા સામે, અમેરિકા પડ્યું મેદાને


Origin Of Coronavirus: કોરોના વાયરસની ઉત્પત્તિ આખરે ક્યાંથી થઈ તેના મૂળ શોધવા આખરે અમેરિકાએ બાંયો ચડાવી છે. અમેરિકાની સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે કોવિડ-19ની ઉત્પત્તિ વિશે જાહેર ગુપ્તચર માહિતી આપવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે. આ જીવલેણ રોગચાળાની શરૂઆતના લગભગ ત્રણ વર્ષ બાદ જે વિશ્વભરમાં લાખો લોકોના મૃત્યુનું કારણ બની છે તે ઘાતક મહામારીનું અમેરિકાના ધારાશાસ્ત્રીઓએ 419 વિરુદ્ધ 0 મતથી ડિક્લાસિફિકેશન પસાર કરી દીધું છે.


દરખાસ્ત રાષ્ટ્રપતિ જો બાઈડેન પાસે હસ્તાક્ષર માટે જશે


છેલ્લી માર્ચ 1, સેનેટે સર્વસંમતિ સાથે બિલ પસાર કર્યું હતું. હવે આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષર માટે વ્હાઇટ હાઉસમાં જશે. હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ માઇકલ ટર્નરના જણાવ્યા અનુસાર, અમેરિકન જનતા કોવિડ -19 રોગચાળાના દરેક પાસાઓ વિશે જવાબોને પાત્ર છે.


જો બાઈડેને હસ્તાક્ષર કર્યા તો...


આ કવાયતથી જે ગુપ્ત જાણકારી સામે આવશે તેમાં વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી અને કોરોના વાયરસ રોગની ઉત્પત્તિ વચ્ચેની સંભવિત લિંકને લગતી માહિતી પણ હશે. જો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 90 દિવસની અંદર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ફાઇલોમાં નોંધાયેલી માહિતી સામે આવી જશે અને ભાંડો ફૂટશે. 


કોરોનાથી સૌથી વધુ નુકસાન અમેરિકાને 


ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં કોરાના મહામારીના કારણે અત્યાર સુધીમાં 68 લાખ 11 હજાર 353 લોકોના મોત થયા છે. જ્યારે આ રોગચાળાની ઝપટમાં 68 કરોડ 14 લાખ 19 હજાર 103 સંક્રમિત થયા છે. તેમાંથી 654,302,556 લોકો સાજા થયા છે. આ રોગચાળાથી સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. અહીં 11 લાખ 48 હજાર 765 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે અમેરિકા બાદ ભારતને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 5 લાખ 30 હજારથી વધુ લોકોના મોત થયા છે. પરંતુ હવે અમેરિકાના આ નિર્ણયથી કોરોનાના મૂળ અને તેની ઉત્પત્તિની વિસ્ફોટક જાણકારી પહેલીવાર સત્તાવાર રીતે દુનિયાની સામે આવશે. અત્યાર સુધી કોરોના મહામારી માટે ચીને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.