Origin Of Coronavirus: કોરોના વાયરસની ઉત્પત્તિ આખરે ક્યાંથી થઈ તેના મૂળ શોધવા આખરે અમેરિકાએ બાંયો ચડાવી છે. અમેરિકાની સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે કોવિડ-19ની ઉત્પત્તિ વિશે જાહેર ગુપ્તચર માહિતી આપવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે. આ જીવલેણ રોગચાળાની શરૂઆતના લગભગ ત્રણ વર્ષ બાદ જે વિશ્વભરમાં લાખો લોકોના મૃત્યુનું કારણ બની છે તે ઘાતક મહામારીનું અમેરિકાના ધારાશાસ્ત્રીઓએ 419 વિરુદ્ધ 0 મતથી ડિક્લાસિફિકેશન પસાર કરી દીધું છે.
દરખાસ્ત રાષ્ટ્રપતિ જો બાઈડેન પાસે હસ્તાક્ષર માટે જશે
છેલ્લી માર્ચ 1, સેનેટે સર્વસંમતિ સાથે બિલ પસાર કર્યું હતું. હવે આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષર માટે વ્હાઇટ હાઉસમાં જશે. હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ માઇકલ ટર્નરના જણાવ્યા અનુસાર, અમેરિકન જનતા કોવિડ -19 રોગચાળાના દરેક પાસાઓ વિશે જવાબોને પાત્ર છે.
જો બાઈડેને હસ્તાક્ષર કર્યા તો...
આ કવાયતથી જે ગુપ્ત જાણકારી સામે આવશે તેમાં વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી અને કોરોના વાયરસ રોગની ઉત્પત્તિ વચ્ચેની સંભવિત લિંકને લગતી માહિતી પણ હશે. જો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 90 દિવસની અંદર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ફાઇલોમાં નોંધાયેલી માહિતી સામે આવી જશે અને ભાંડો ફૂટશે.
કોરોનાથી સૌથી વધુ નુકસાન અમેરિકાને
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં કોરાના મહામારીના કારણે અત્યાર સુધીમાં 68 લાખ 11 હજાર 353 લોકોના મોત થયા છે. જ્યારે આ રોગચાળાની ઝપટમાં 68 કરોડ 14 લાખ 19 હજાર 103 સંક્રમિત થયા છે. તેમાંથી 654,302,556 લોકો સાજા થયા છે. આ રોગચાળાથી સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. અહીં 11 લાખ 48 હજાર 765 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે અમેરિકા બાદ ભારતને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 5 લાખ 30 હજારથી વધુ લોકોના મોત થયા છે. પરંતુ હવે અમેરિકાના આ નિર્ણયથી કોરોનાના મૂળ અને તેની ઉત્પત્તિની વિસ્ફોટક જાણકારી પહેલીવાર સત્તાવાર રીતે દુનિયાની સામે આવશે. અત્યાર સુધી કોરોના મહામારી માટે ચીને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
Heart Attacks: કોરોના અને વેક્સિનેશનથી હાર્ટ અટેકનો ખતરો વધ્યો? WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટે જણાવ્યું
તાજેતરમાં હાર્ટ અટેકના કેસોમાં વધારો થયો છે. જીમમાં યુવાનોની કસરત કરતી વખતે પણ હાર્ટ અટેકના કિસ્સા બન્યા છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકનું જોખમ પણ કોરોના સાથે જોડાયેલું છે. ભૂતપૂર્વ ડબ્લ્યુએચઓ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેક, ડાયાબિટીઝ, સ્ટ્રોકનું જોખમ વધે છે તે સ્પષ્ટ છે.
સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેકનું જોખમ રસી લીધા બાદ કરતા 4 થી 5 ટકા વધુ છે. હાર્ટ અટેકનું મુખ્ય કારણ કોરોના ચેપ છે. આ વાતની આશંકા ઓછી છે કે કોરોના વાયરસ એ રીતે બદલાયા કે આ રસીના કારણે બનેલી ઇમ્યૂનિટીને ખત્મ કરી શકે પરંતુ સતત ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.