કોરોના વારસનને લઈને આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કોરોના વાયરસને લઈને કેટલાંય પ્રકારની વાતો થઈ રહી છે. જ્યાં એક તરફ કેટલાક દેશો ચીનનું જૈવિક હથિયાર કહી રહ્યા છે તો કેટલાકની નજરમાં આ અમેરિકાનું તરકટ જણાવી રહ્યાં છે. આ વચ્ચે રુસથી એક ખૂબ જ ચોંકાવનારા સમચારો સામે આવ્યા છે. જેનાથી અનેક સવાલ પેદા થઈ રહ્યાં છે, શું રુસમાં પહેલેથી જ કોરોના સંકટની જાણકારી હતી?
સેટેલાઈટ તસવીરોથી આ માલુમ પડી છે કે, રૂસે કોરોના સંક્રમણ પહેલાંથી જ માસ્કોના બહાર 92 મિલિયન પાઉંન્ડના ખર્ચે એક હોસ્પિટલનું નિર્માણ ચાલુ કરી દીધું હતું. આટલા મોટા પ્રમાણમાં તૈયારીઓ ત્યારે જ કરવામાં આવે છે. જ્યારે કોઈ મોટા સંકટનો સામનો કરવાનો હોય. રૂસની તૈયારીઓને Maxar દ્વારા લેવામાં આવેલી તસવીરો દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ.
આ તસવીર ગત 11 નવેમ્બરની છે જેમાં મોટા ભાગમાં ખેતી જ જોવા મળી રહી છે. ખેતરો જ નજરે પડી રહ્યા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસની શરૂઆતના 1 મહિના પહેલાની છે.
આ તસવીર ગત 11 નવેમ્બરની છે જેમાં મોટા ભાગમાં ખેતી જ જોવા મળી રહી છે. ખેતરો જ નજરે પડી રહ્યા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસની શરૂઆતના 1 મહિના પહેલાની છે.
31 માર્ચ 2020ના Maxar વર્લ્ડવાઈડ દ્વારા લેવાયેલી આ ઝૂમ ઈન તસવીરમાં માલુમ પડે છે કે, હોસ્પિટલનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
પહેલા હોસ્પિટલનના નિર્માણ વચ્ચે રૂસે કોરોના પીડિત દર્દીઓ માટે 500 બેડવાળી બીજી હોસ્પિટલનું નિર્માણ કરવા બાબતે પર્દાફાશ કર્યો છે. હવે રૂસમાં ખાસ રીતે કોરોનાનો સામનો કરવા માટે બે હોસ્પિટલ હશે. રૂસમાં COVID -19થી પીડિતોની સંખ્યા 1,000ને પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે સંક્રમિતો માસ્કોમાં જોવા મળ્યા છે.
Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2020 02:15 PM (IST)
રુસથી એક ખૂબ જ ચોંકાવનારા સમચારો સામે આવ્યા છે. જેનાથી અનેક સવાલ પેદા થઈ રહ્યાં છે, શું રુસમાં પહેલેથી જ કોરોના સંકટની જાણકારી હતી?
- - - - - - - - - Advertisement - - - - - - - - -