લંડનઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. હાલ સાડા છ લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેમાંતી 30 હજારથી વધારે લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું મોત થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિંસ સિક્સટો એનરિકે ડી બોરબેને ફેસબુક પોસ્ટમાં આ જાણકારી આપી હતી. રાજકુમારીનું મોત 26 માર્ચે થયું હતું. કોરોના વાયરસના ચેપ બાદ તની સારવાર ચાલતી હતી.
સમગ્ર દુનિયામાં રોયલ ફેમિલીમાં આ પ્રથમ મોત છે. પ્રિન્સેસનો જન્મ 1933માં પેરિસમાં થયો હતો. તેમનો અભ્યાસ ફ્રાંસમાં થયો હતો. રિપોર્ટ પ્રમાણે તેઓ પેરિસની સૉરબન અને મેડ્રિડની કમપ્લૂટેસ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
પ્રિન્સેસ મારિયા ટેરેસાના વિચાર ઘણા બોલ્ડ હતા અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતી હતી તેથી તેને રેડ પ્રિન્સેસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
Coronavirus: સ્પેનની રાજકુમારીનું મોત, વિશ્વમાં રોયલ ફેમિલીમાં COVID-19થી પ્રથમ મોત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2020 12:17 PM (IST)
સમગ્ર દુનિયામાં રોયલ ફેમિલીમાં આ પ્રથમ મોત છે. પ્રિન્સેસનો જન્મ 1933માં પેરિસમાં થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -