વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા ટ્રમ્પ રહસ્યમય રીતે લોકોથી દૂર છે. તે તેમનો મોટાભાગનો સમય સ્પામાં વિતાવે છે. મલેનિયા છેલ્લી વખત 20 જાન્યુઆરીએ જોવા મળી હતી ત્યારબાદ તે રહસ્યમય રીતે ગાયબ છે. માનવામાં આવે છે કે તે હવે જાહેરમાં લોકોના સંપર્કમાં આવવાથી બચી રહી છે. તેમણે હાલ કેટલીક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ કરી દીધી છે. જેના પરથી સંકેત મળી રહ્યાં છે કે, તેમની લાઇફમાં ઓલ ઇઝ વેલ નથી...
ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ગોલ્ફ રમીને સમય વિતાવે છે. સુપર બાઉલ પાર્ટીમાં પણ મેલાનિયા ટ્રમ્પ સાથે ન હતી. ગઇ તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ કરી હતી. પોસ્ટ પર ચર્ચાઓ થતાં તેમણે પોસ્ટ પણ ડિલિટ કરી દીધી હતી. જો કે ડિવોર્સની વાતને મેલાનિયાએ નકારી છે. વ્હાઇટ હાઉસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. વ્હાઇટ હાઉસ દરમિયાન જ બંનેના સંબંધોમાં તકરાર શરૂ થઇ ગઇ હતી.
કેવી રીતે મળ્યાં હતા
મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની લવ સ્ટોરી 1998માં શરૂ થઇ હતી. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા જ્યારે મેલાનિયા 28 વર્ષની હતી. ત્યારે ન્યૂયોર્કમાં એક ફેશન વીક ચાલી રહ્યું હતું. ત્યારે ટાઇમ્સ સ્કેવર કિટકેટ ક્લબમાં પાર્ટીનું આયોજન કરાતું હતું. પાર્ટીમાં બંનેની મુલાકાત થઇ હતી. 2004માં ડોનાલ્ડ ટ્રમ્પે 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રીંગ પહેરાવીને મેલાનિયાને પ્રપોઝ કર્યું હતું ત્યારબાદ 22 જાન્યુઆરી 2005માં બંને લગ્ન કરી લીઘા હતા.
શું ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના થવાના છે ડિવોર્સ? સોશિયલ મીડિયાની આ પોસ્ટે આપ્યા સંકેત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 02:41 PM (IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ પદથી દૂર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના ડિવોર્સની અટકળો છેલ્લા કેટલાક સમયથી સેવાઇ રહી છે. એવામાં મેલાનિયાએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટથી એ જ સવાલ ઉભો થયો છે કે શું મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપી રહી છે?.
- - - - - - - - - Advertisement - - - - - - - - -