Nicolas Maduro Arrest:વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે અમેરિકાના કડક પગલાંએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અત્યાર સુધી આ પગલાંને ડ્રગ્સની હેરાફેરી અને તેલની રાજનીતિ સાથે જોડવામાં આવતું હતું, પરંતુ હવે એક આશ્ચર્યજનક અને વિચિત્ર કારણ બહાર આવ્યું છે. અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, માદુરોના ડાન્સે ટ્રમ્પ વહીવટીતંત્રને ગુસ્સે કર્યું છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ માદુરોના રમૂજી અને નાટકીય નૃત્ય શોને અમેરિકા માટે ખુલ્લા પડકાર તરીકે જોયા હતા. એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, બસ એક ડાન્સ મૂવ્સ આ નારાજગી માટે બહુ હતો. આ જ એક પલ હતો જેને ધીરજ તોડી નાખી. સાંભળવાામાં ભલે અજીબ લાગે પરંતુ એક રિપોર્ટ અનુસાર માદુરોનો આ અંદાજ અમેરિકાને અપમાનજક ચોક્કસ લાગ્યો.
No Crazy Warનો વીડિયો બન્યો ટર્નિંગ પોઇન્ટ
તણાવ દરમિયાન, માદુરોને સરકારી ટીવી પર ઘણી વખત નાચતા અને ગાતા જોવા મળ્યા. એક વાયરલ વીડિયોમાં, તે સંગીત પર ઝૂલતો જોવા મળ્યો હતો જ્યારે પૃષ્ઠભૂમિમાં એક અંગ્રેજી અવાજ "નો ક્રેઝી વોર" બોલી રહ્યો હતો. આ વીડિયો તે સમયે પ્રસારિત થયો હતો જ્યારે અમેરિકાએ વેનેઝુએલામાં ડ્રગ હેરફેરના સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. વ્હાઇટ હાઉસે તેને અમેરિકાની ચેતવણીઓની મજાક તરીકે અર્થઘટન કર્યું હતું.
માદુરોએ ટ્રમ્પના અલ્ટીમેટમને અવગણ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ માદુરોને સત્તા છોડીને તુર્કીમાં દેશનિકાલ થવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, માદુરોએ માત્ર તેનો ઇનકાર જ કર્યો નહીં પરંતુ જાહેર કાર્યક્રમોમાં વધુ આત્મવિશ્વાસ સાથે દેખાવાનું શરૂ કર્યું. તેમણે જાહેરમાં નાચવાનું અને ગાવાનું ચાલુ રાખ્યું, જેનો અમેરિકાએ મિનીંગ કાઢ્યો કે. તેઓ યુએસ ધમકીઓથી ડરતા નથી.
અમેરિકાએ આને પોતાની પ્રતિષ્ઠાનું અપમાન માન્યું.
યુએસ અધિકારીઓના મતે, માદુરોના આ ડાન્સ મૂવ્સથી સંકેત મળ્યો કે, તેઓ વોશિંગ્ટનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. વ્હાઇટ હાઉસને લાગ્યું કે, માદુરો ખુલ્લેઆમ યુએસને પડકાર ફેંકી રહ્યા છે, અને તેના કારણે લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
૩ જાન્યુઆરી ઓપરેશન અને ધરપકડ
આ પછી, અમેરિકાએ ૩ જાન્યુઆરીની વહેલી સવારે કારાકાસમાં એક ખાસ લશ્કરી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીમાં માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ન્યૂ યોર્ક લઈ જવામાં આવ્યા હતા. માદુરો હાલમાં બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં યુએસ કસ્ટડીમાં છે.
ન્યૂ યોર્ક કોર્ટમાં હાજરી, માર્ચમાં સુનાવણી
માદુરો 5 જાન્યુઆરીએ ન્યૂ યોર્ક કોર્ટમાં હાજર થયા. તેમના પર નાર્કો-આતંકવાદ, કોકેઈનની હેરફેર અને શસ્ત્રો સંબંધિત ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી માર્ચમાં થવાની છે.
અસામાન્ય કારણો પણ રાજકારણમાં ટ્રિગર બની શકે છે
આ કેસ દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં, નાની ઘટનાઓ પણ ક્યારેક મોટા નિર્ણયો તરફ દોરી શકે છે. માદુરોનો ડાન્સ, જે તેમના સમર્થકો માટે આત્મવિશ્વાસનું પ્રતીક હતું પરંતુ અમેરિકાએ તેને તેમના માટે અપમાનજનક ગણાવ્યું.