શોધખોળ કરો

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

અમેરિકા અને રશિયા વચ્ચે ઓઈલ ટેન્કરને લઈને ભારે તણાવ, ટ્રમ્પે કહ્યું- પુતિન સાથે મારા સંબંધો સારા છે, યુદ્ધનો અંત લાવવો જરૂરી.

Donald Trump on Vladimir Putin: વૈશ્વિક ભૌગોલિક રાજકારણમાં હાલમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો અત્યારે નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા આપવામાં આવેલું એક નિવેદન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધ (Russia-Ukraine War) નો અંત આવવાના કોઈ એંધાણ દેખાતા નથી, તેવામાં ટ્રમ્પને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અંગે અત્યંત તીખો સવાલ પૂછવામાં આવ્યો હતો. ફોક્સ ન્યૂઝના વરિષ્ઠ વ્હાઇટ હાઉસ સંવાદદાતા પીટર ડુસીએ ટ્રમ્પને સીધો પ્રશ્ન કર્યો હતો કે, "શું તમે ક્યારેય રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પકડવાનો કે તેમની ધરપકડ કરવાનો આદેશ આપશો? જેવી રીતે અમેરિકાએ ડેલ્ટા ફોર્સ મિશન દ્વારા વેનેઝુએલાના ભૂતપૂર્વ નેતા નિકોલસ માદુરો (Nicolas Maduro) સામે કાર્યવાહી કરી હતી?"

આ પ્રશ્નનો સંદર્ભ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના તાજેતરના નિવેદન સાથે પણ જોડાયેલો હતો. ઝેલેન્સકીએ સંકેત આપ્યો હતો કે જો સરમુખત્યારોનો સામનો આ રીતે થઈ શકતો હોય, તો અમેરિકા સારી રીતે જાણે છે કે પુતિન સામે આગળનું પગલું શું હોવું જોઈએ. પત્રકારના આ ધારદાર સવાલના જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખૂબ જ સૂચક જવાબ આપ્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, "મને નથી લાગતું કે તે (પુતિનની ધરપકડ) જરૂરી હશે. પુતિન અને મારી વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે." જોકે, તેમણે યુદ્ધની સ્થિતિ અંગે નિરાશા પણ વ્યક્ત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર (Peace Deal) કરાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે કાર્ય ધાર્યું હતું તેટલું સરળ નહોતું. તેમણે પોતાના કાર્યકાળની સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે તેમણે ભૂતકાળમાં 8 યુદ્ધોનો અંત આણ્યો છે અને આશા હતી કે આ સંઘર્ષનો પણ ઉકેલ આવશે. યુદ્ધની ભયાનકતા વર્ણવતા તેમણે ઉમેર્યું કે છેલ્લા એક મહિનામાં જ 31,000 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો સામેલ છે. આ યુદ્ધને કારણે રશિયાનું અર્થતંત્ર (Russian Economy) પણ નબળું પડી રહ્યું છે, તેથી તેઓ આનો ઝડપી રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે.

આ સમગ્ર વાતચીતનો તાર હાલમાં ચાલી રહેલા 'ઓઈલ ટેન્કર વિવાદ' સાથે પણ જોડાયેલો છે. એક જૂના અને ખાલી તેલ ટેન્કરને લઈને બંને મહાસત્તાઓ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ટેન્કરને બચાવવા માટે રશિયાએ પોતાની સબમરીન અને નૌકાદળને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ બુધવારે અમેરિકાએ આઈસલેન્ડ નજીક એટલાન્ટિક મહાસાગરમાં આ જહાજને જપ્ત કરી લીધું હતું. અમેરિકાની આ કાર્યવાહીની રશિયાએ સખત શબ્દોમાં નિંદા કરી હતી અને પોતાના ક્રૂ સભ્યોને પરત કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે અમેરિકાએ ત્વરિત કાર્યવાહી કરતા રશિયાના 2 ક્રૂ સભ્યોને મુક્ત કર્યા હતા. આમ, એક તરફ સૈન્ય તણાવ અને બીજી તરફ રાજદ્વારી નિવેદનો વચ્ચે અમેરિકા અને રશિયાના સંબંધો હાલમાં 'કરો યા મરો' જેવી સ્થિતિમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Embed widget