Donald Trump On Tarrif: અમેરિકી રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ સમગ્ર વિશ્વ પર ટેરિફ  લગાવશે. તેમણે આ જાહેરાત એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમે તમામ દેશો પર ટેરિફ લગાવશું.

અત્યાર સુધી અમેરિકાએ એવા દેશો પર ટેરિફ લાદવાની વાત કરી હતી જે અમેરિકન ચીજવસ્તુઓ અને સેવાઓ પર આયાત જકાત લાદે છે અથવા જે દેશો સાથે અમેરિકાનો વેપાર અસંતુલિત છે તેના પર ટેરિફ લાદવાની વાત હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું લેટેસ્ટ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે કારણ કે તેમણે કહ્યું હતું કે આવું બિલકુલ નથી.  

શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ ?

રાષ્ટ્રપતિ ટ્રંપે એરફોર્સ વન વિમાનમાં સવાર પત્રકારોને કહ્યું કે, "અમે તમામ દેશો સાથે શરૂઆત કરીશું,એટલે જોઈએ શું થાય છે." જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લી ઘડીએ તેમાંથી કેટલાક ધમકીભર્યા ટેરિફ પાછા ખેંચી શકે છે. પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે માત્ર 10 કે 15 દેશો પર પારસ્પરિક ટેરિફની અફવાઓને ફગાવીને માત્ર મુઠ્ઠીભર દેશોને અસર થશે તેવું નથી. તેમણે કહ્યું, "મેં 10 કે 15 દેશો વિશે વાત નથી કરી. અમે બધા દેશોની વાત કરી રહ્યા છીએ, કોઈ કટઓફ નથી."

પહેલા શું અટકળો લગાવવામાં આવી રહી હતી ?

એવી અટકળો હતી કે આ પારસ્પરિક ટેરિફ એક ડઝનથી વધુ દેશોને અસર કરશે, જેના વિશે ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે તેઓ અમેરિકા સાથે અનુચિત વેપાર કરે છે.  તેનો અર્થ એ કે તેઓ અમેરિકા પર પણ વધુ ટેરિફ લાદે છે. આ એટલા માટે છે કારણ કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે દેશોના જૂથ વિશે વાત કરી હતી,  જેને તેમણે ડર્ટી 15 કહ્યું હતું.

ડોનાલ્ડ ટ્રંપેએ પણ જાહેરાત કરી હતી કે તેઓ એ દેશો સાથે વધુ સારા, ઉદાર અને દયાળુ હશે જે અમેરિકા પર શુલ્ક લગાવે છે.  કોઈપણ આંકડા આપ્યા વિના, તેમણે દાવો કર્યો હતો કે, "ટેરિફ તે દેશોની તુલનામાં  વધુ ઉદાર હશે જેઓ અમારી સાથે હતા, જેનો મતલબ છે કે તે એ દેશોની તુલનામાં વધુ દયાળુ હશે જે દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે હતા"