વૉશિંગટનઃ દુનિયાની સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યાં છે, પણ તેમને પોતાના આ પ્રવાસ પહેલા એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત સાથે આ પ્રવાસ દરમિયાન કોઇપણ પ્રકારની ડીલ નહીં કરીએ

ખાસ વાત છે કે, ટ્રમ્પનું આ નિવેદના એવા સમયે આવ્યુ છે, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની સુરક્ષા સંબંધી સમિતીએ બેઠકમાં કેટલાક ખાસ નિર્ણયો થવાના છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્ત બેઝ એન્ડ્ર્યૂઝમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે ભારત સાથે એક વેપાર સોદો કરી શકીએ છીએ. પણ ભારત પ્રવાસ દરમિયાન કોઇ મોટી ડીલ નહીં થાય.’’


તેમને વધુમાં કહ્યું કે, ‘’અમારી સાથે ભારત તરફથી સારો વ્યવહાર નથી કરવામાં આવતો, પણ હું પીએમ મોદીને ખુબ પસંદ કરુ છુ.’’

ઉલ્લેખનયી છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવવાના છે. જેને લઇને મોદી સરકાર દ્વારા અનેક મોટો કરારો કરવાની સંભાવના દર્શાવાઇ રહી હતી. પણ હવે ટ્રમ્પના નિવેદન બાદ વાત બદલાઇ ગઇ છે.