શોધખોળ કરો

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

તેમણે સોશિયલ મીડિયા પર એક એવો નકશો શેર કર્યો, જેમાં  ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલાને અમેરિકાના પ્રદેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની માંગ વધુ તેજ કરી દિધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક એવો નકશો શેર કર્યો, જેમાં  ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલાને અમેરિકાના પ્રદેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પગલાથી અમેરિકા અને તેના સાથી દેશો વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે.

નાટો સહયોગીઓ પર કટાક્ષ 

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં નાટોના ઘણા નેતાઓ ઓવલ ઓફિસમાં બેસેલા જોવા મળી રહ્યા છે. ફોટો પાછળના બદલેલા નકશામાં ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બતાવવામાં આવ્યો છે. આ તસવીરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો,  ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયો મેલોની, બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર અને યુરોપિયન કમિશનના  અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન સામેલ છે.

યુરોપિયન યુનિયન પર નરમ વલણનો દાવો 

આ પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડને લઈ યુરોપિયન યુનિયન વધારે વિરોધ કરશે નહીં. ફ્લોરિડામાં બોલતા તેમણે કહ્યું હતું કે રશિયા અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ગ્રીનલેન્ડ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ડેનમાર્ક પાસે ગ્રીનલેન્ડનો બચાવ કરવાની ક્ષમતા નથી. 

"અમને ગ્રીનલેન્ડ જોઈએ છે" - ટ્રમ્પ

ટ્રમ્પે પત્રકારોને કહ્યું, "અમને આ જોઈએ, આ થવું જ જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બનવું જરુરી છે. ટ્રમ્પે અગાઉ આ   પ્રદેશ માટેની તેમની માંગણીને નોબેલ શાંતિ પુરસ્કાર સાથે જોડી હતી. નોર્વેના વડા પ્રધાનને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પુરસ્કાર મળ્યો નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુએસ અર્થતંત્ર વિશ્વમાં સૌથી મજબૂત સ્થિતિમાં છે.

નાટો પ્રમુખ સાથે વાતચીતનો દાવો

એક અન્ય પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું કે ગ્રીનલેન્ડ અંગે તેમની નાટો મહાસચિવ માર્ક રુટ સાથે ફોન પર "ખૂબ જ સારી વાતચીત" થઈ છે. તેમણે લખ્યું કે ગ્રીનલેન્ડ રાષ્ટ્રીય અને વૈશ્વિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને આ મુદ્દા પર કોઈ પણ પીછેહઠ કરી શકે નહીં.

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

અમેરિકાને સૌથી શક્તિશાળી દેશ ગણાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સૈન્યને મજબૂત બનાવવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયા હવે ઝડપી બની છે. તેમના મતે, વિશ્વમાં શાંતિ ફક્ત તાકાત દ્વારા જ જાળવી શકાય છે.

ગ્રીનલેન્ડમાં અમેરિકન ધ્વજની તસવીર

વધુ એક પોસ્ટમાં ટ્રમ્પે એક તસવીર શેર કરી, જેમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોની સાથે ગ્રીનલેન્ડમાં અમેરિકન ઝંડો લગાવતા જોવા મળે છે. નજીકમાં એક બોર્ડ પર લખ્યું છે, "ગ્રીનલેન્ડ, અમેરિકી ક્ષેત્ર, 2026."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

 Pakistan Mosque Blast: ઇસ્લામાબાદની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, 69 લોકોના મોત, 169 ઘાયલ
 Pakistan Mosque Blast: ઇસ્લામાબાદની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, 69 લોકોના મોત, 169 ઘાયલ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
IND vs ENG: 15 છગ્ગા, 15 ચોગ્ગા અને 175 રન... વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, અંગ્રેજોને મળ્યો 412 રનનો ટાર્ગેટ
IND vs ENG: 15 છગ્ગા, 15 ચોગ્ગા અને 175 રન... વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, અંગ્રેજોને મળ્યો 412 રનનો ટાર્ગેટ
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: બાળકોમાં વધતા મોબાઈલના ચલણને લઈ CMએ વ્યક્ત કરી ચિંતા
Seventh Day School Controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી!
Gold Silver Price Today: સોના- ચાંદીના ભાવમાં ભૂકંપ જેવી સ્થિતિ
Thakor Samaj Bandharan Controversy: ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ માંડ્યો મોરચો
Pariksha Pe Charcha 2026: PM મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
 Pakistan Mosque Blast: ઇસ્લામાબાદની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, 69 લોકોના મોત, 169 ઘાયલ
 Pakistan Mosque Blast: ઇસ્લામાબાદની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, 69 લોકોના મોત, 169 ઘાયલ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
IND vs ENG: 15 છગ્ગા, 15 ચોગ્ગા અને 175 રન... વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, અંગ્રેજોને મળ્યો 412 રનનો ટાર્ગેટ
IND vs ENG: 15 છગ્ગા, 15 ચોગ્ગા અને 175 રન... વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, અંગ્રેજોને મળ્યો 412 રનનો ટાર્ગેટ
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 
PM Kisan Yojana: તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં, લિસ્ટમાં આ રીતે ચેક કરી લો તમારુ નામ 
PM Kisan Yojana: તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં, લિસ્ટમાં આ રીતે ચેક કરી લો તમારુ નામ 
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
Embed widget