શોધખોળ કરો

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

Donald Trump: ખાડી દેશો ટોલ ચૂકવવાને બદલે અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કરશે, ઈરાન પર મૂકાયા આકરા પ્રતિબંધો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ કાર્ગો જહાજો પરનો ટોલ નિર્ણય બદલ્યો.
  • ખાડી દેશોએ ટોલના બદલે અમેરિકામાં મોટા રોકાણની ઓફર કરી.
  • ટ્રમ્પે પ્રસ્તાવ વધાવ્યો, ઈરાની જહાજો પર આકરા પગલાં લીધાં.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ની રાજનીતિમાં મોટો ધમાકો કરતા એક અણધાર્યો નિર્ણય લીધો છે. મંગળવારે (14 જુલાઈ, 2026 ના રોજ) વ્હાઇટ હાઉસ ખાતે ઇરાકના વડાપ્રધાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જાહેરાત કરી કે, તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર 20% ટોલ લગાવવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી રહ્યા છે. આ નિર્ણયના બદલામાં હવે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના દેશો અમેરિકા સાથે મોટા વેપાર અને રોકાણ કરારો કરશે.

માત્ર 24 કલાકમાં જ બદલ્યો નિર્ણય

નોંધનીય છે કે, આ પ્રેસ કોન્ફરન્સના બરાબર એક દિવસ પહેલા જ એટલે કે સોમવારે (13 જુલાઈ) ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો પર 20% ટોલ (ટેક્સ) વસૂલવાની કડક જાહેરાત કરી હતી. પરંતુ, ગણતરીના કલાકોમાં જ તેમણે આ નિર્ણય પર યુ-ટર્ન લઈ લીધો છે.

ખાડી દેશોની ઓફર અને ટ્રમ્પનો આવકાર

પોતાનો નિર્ણય બદલવા પાછળનું કારણ જણાવતા ટ્રમ્પે કહ્યું કે, ખાડી દેશોના નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આ દેશોએ સ્પષ્ટ કહ્યું કે, "અમે દરેક જહાજ પર ટોલ ચૂકવવાને બદલે આ બાબતને અલગ રીતે સંભાળવા માંગીએ છીએ. અમને ફી વસૂલવાનો વિચાર પસંદ નથી, તેના બદલે અમે અમેરિકામાં અબજો ડોલરનું સીધું રોકાણ કરવા ઈચ્છીએ છીએ." આ પ્રસ્તાવને વધાવતા ટ્રમ્પે કહ્યું કે, જો હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાના બદલામાં અમેરિકામાં મોટું રોકાણ આવતું હોય, તો અમે તેનું દિલથી સ્વાગત કરીએ છીએ.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

ઈરાન પર લેવાયા આકરા પગલાં

આ જ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે ઈરાન સામે પણ લાલ આંખ કરી છે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન સાથે જોડાયેલા કોઈપણ જહાજ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી. નવા નિયમ મુજબ, હવેથી ઈરાનના કોઈપણ બંદર પરથી આવતા-જતા અથવા તો ઈરાનનો માલસામાન લઈ જતા કોઈપણ જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પના આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં આર્થિક અને રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત કયો અણધાર્યો નિર્ણય લીધો હતો?

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર 20% ટોલ લગાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમણે 24 કલાકમાં જ આ નિર્ણય પાછો ખેંચી લીધો.

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના ટોલ લગાવવાનો નિર્ણય કેમ બદલ્યો?

ખાડી દેશોએ ટોલ ચૂકવવાને બદલે અમેરિકામાં અબજો ડોલરનું સીધું રોકાણ કરવાની ઓફર કરી હતી. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાના બદલામાં આ પ્રસ્તાવ સ્વીકાર્યો.

ઈરાન સામે ટ્રમ્પે કયા આકરા પગલાંની જાહેરાત કરી?

ટ્રમ્પે ઈરાન સાથે જોડાયેલા કોઈપણ જહાજ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી. ઈરાની બંદરોથી આવતા-જતા કે તેનો માલસામાન લઈ જતા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ નહીં મળે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget